KAREENA KAPOOR KHAN: નાના દીકરાનું અસલી નામ 'જેહ' નથી, એક્ટ્રેસે કર્યો ખુલાસો
KAREENA KAPOOR KHAN: નાના દીકરાનું અસલી નામ 'જેહ' નથી, એક્ટ્રેસે કર્યો ખુલાસો
(PHOTO- Instagram/kareenakapoorkhan)
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)નાં ફેન્સને લાગતું હતું કે, તેમનાં નાના દીકરાનું નામ જેહ છે. પણ હવે ખુલાસો થોય છે કે, તૈમૂર અલી ખાનનાં (Taimur Ali Khan)નાં નાના ભાઇનું અસલી નામ જેહ નથી પણ જહાંગીર છે
.એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર ખાન (Kareena Kapoor)અને સૈફ અલી ખાન (Saif Ali Khan) તેમનાં પહેલાં દીકરા તૈમૂર અલી ખાન (Taimur Ali Khan)નાં જન્મ બાદથી જ ખુબજ ચર્ચામાં રહે છે. જ્યારે તેમણમે તેમનાં મોટા દીકરાનાં નામની જાહેરાત કરી ત્યારથી જ તે વિવાદમાં છે. તૈમૂર લાઇમલાઇટમાં પણ ખુબ જ રહે છે. પણ કપલ તેમનાં બીજા દીકરાની સાથે એવું નહોતાં ઇચ્છતા એટલે જ તેમણે નાના દીકરાને મીડિયાની નજરથી દૂર રાખ્યો છે.
કરીનાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનાં બીજા દીકરાને જન્મ આપ્યો. થોડા સમય પહેલાં ખબર હતી કે તેમણે તેમનાં બીજા દીકરાનું નામ 'જેહ' રાખ્યું છે. પણ હવે મીડિયા રિપોર્ટ્સમાં તેનું નામ કંઇક બીજુ સામે આવી રહ્યું છે. આ ખુલાસો ખુદ કરીના કપૂર ખાને કર્યો છે. કરીનાએ તેની પહેલી બૂક 'કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઇબલ' (Kareena Kapoor Khan’s Pregnancy Bible) માં તેનાં બીજા દીકરાનું નામ જહાંગીર જણાવ્યું છએ.
(PHOTO- Instagram/kareenakapoorkhan)
બોલિવૂડ હંગામાની રિપોર્ટ અનુસાર, કરીના તેની આ બૂકનાં અંતિમ પન્નાઓમાં પ્રેગ્નેન્સી બાદની તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં એક્ટ્રેસે તેનાં બીજા દીકરાનું નામ જહાંગીર જણાવ્યું છે. આ બૂકમાં ફેન્સને તેમનાં બીજા દીકરાની ઝલક પણ જોવા મળશે. આપને જણાવી દઇએ કે, કરીનાએ 9 ઓગસ્ટનાં તેની બૂકનું લોન્ચિંગ કર્યું હતું જે તેણે ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા કર્યુ હતું. બૂક લોન્ચિંગ સમયે કરન જોહર તેની સાથે હતો. એક્ટ્રેસે તેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'માં નજર આવશે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે તે સ્ક્રિન શેર કરતી નજર આવશે. આમિર અને કરિનાને છેલ્લે 2012માં આવેલી ફિલ્મ 'તલાશ: ધ આંસર લાઇઝ વિધિન'માં જોવામાં આવી હતી. આ ઉપરાંત તે કરન જોહરની ફિલ્મ 'તખ્ત'માં પણ કામ કરી રહી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર