લૉકડાઉનમાં કરીના કપૂરની ફેશનનો જલવો, યેલો ડ્રેસમાં વીડિયો ફરતો થયો

લૉકડાઉનમાં કરીના કપૂરની ફેશનનો જલવો, યેલો ડ્રેસમાં વીડિયો ફરતો થયો
કરીના ફાઇલ તસવીર

વાયરલ થયેલા વીડિયોમાં કરીના કપૂર લૉકડાઉન દરમિયાન તેના ઘરે નવો ડ્રેસ ટ્રાય કરતી નજરે પડે છે.

 • Share this:
  મુંબઈ :  લૉકડાઉન (Lockdown)માં અન્ય બોલિવૂડ સેલિબ્રિટી (Bollywood Celeb)ની જેમ કરીના કપૂર (Kareena Kapoor) પણ પોતાના ઘરે સમય પસાર કરી રહી છે. અન્ય કલાકારોની જેમ કરીના કપૂર પણ લૉકડાઉન દરમિયાન નાની મોટી વાત ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તાજેતરમાં કરીનાએ સૈફ સાથે અમુલ તસવીરો શેર કરી હતી, જેમાં તે ગાર્ડનમાં લીલા ઘાસ પર આરામ ફરમાવી રહી છે. કરીના સાથે સૈફ નજરે પડે છે, જેની છાતી પર એક પુસ્તક જોવા મળે છે.

  હવે વહેતા થયેલા વીડિયોમાં કરીના કપૂર લૉકડાઉન દરમિયાન તેના ઘરે નવો ડ્રેસ ટ્રાય કરતી નજરે પડે છે. આ ડ્રેસમાં કરીના ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ડ્રેસને ફ્લોન્ટ કરતા કરીનાએ અમુક વીડિયો રેકોર્ડ કર્યાં છે. આ વીડિયો ખૂબ ફરી રહ્યા છે. કરીનાના ફેન્સ આ વીડિયોમાં તેમને ગમતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરીને તેને ફરતા કરી રહ્યા છે.

   
  View this post on Instagram
   

  Throwback bts of @airbnb 😍 Repost from queen of caption 😂 @kareenakapoorkhan : Fall i̶n̶ ̶l̶o̶v̶e̶ asleep... #Mess 😝


  A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on
  કરીના પોતાના ઘરમાં નવા ડ્રેસ સાથે પોઝ આપી રહી છે, ફેન્સ પેજ પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલ કરીના કપૂર લૉકડાઉન વચ્ચે તેના પૂત્ર તૈમૂર અને પતિ સૈફ અલી ખાન સાથે મહત્ત્વનો સમય પસાર કરી રહી છે. ગત દિવસોમાં કરીનાએ સૈફ અને તૈમૂર સાથે એક અમુક તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ દીવાલને રંગતા નજરે પડ્યા હતા. નોંધનીય છે કે કરીના કપૂર આ જ વર્ષે ઇન્સ્ટાગ્રામ પર આવી છે.   
  View this post on Instagram
   

  Slowmotion Kapoor Khan 💥❤ @kareenakapoorkhan x @houseofmasaba


  A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on
  આ પણ વાંચો :  લૉકડાઉન 2.0 : જાણો આજથી કઈ કઈ દુકાનો ખોલી શકાશે, કઈ સેવા બંધ રહેશે

  કરીના ઇન્સ્ટાગ્રામ પર આવી છે ત્યારથી તેના ચાહકોને જાણે મજા જ પડી ગઈ છે. આ સાથે તૈમૂરના ચાહકોને પણ મજા પડી છે. કારણ કે કરીના તેની સાથે સાથે તૈમૂરની તસવીરો પણ શેર કરતી રહે છે. કરીના કપૂર બહુ ઝડપથી 'લાલસિંઘ ચઢ્ઢા' (Lal Singh Chaddha)માં આમિર ખાન સાથે નજરે પડશે. આ ફિલ્મનું શૂટિંગ લૉકડાઉનને કારણે રોકવું પડ્યું છે.

   
  Published by:News18 Gujarati
  First published:April 25, 2020, 12:45 pm

  ટૉપ ન્યૂઝ