Home /News /entertainment /આ ફિલ્મમાં ડાયરેક્ટરે કરીનાને એ કામ માટે મનાવી જે ક્યારેય નથી કર્યુ

આ ફિલ્મમાં ડાયરેક્ટરે કરીનાને એ કામ માટે મનાવી જે ક્યારેય નથી કર્યુ

કરીના કપૂર

ઇરફાન ખાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ 2' (Angrezi Medium 2) માં અભિનેત્રી કરીના કપૂરની એન્ટ્રી થઇ ગઇ છે. કરીના આ ફિલ્મમાં એવું કામ કરશે જે તેમણે અત્યાર સુધી કોઇ ફિલ્મમાં કર્યુ નથી

    તાજેતરમાં બોલિવૂડના જાણીતા અભિનેતા ઇરફાન ખાન તેમની સારવાર બાદ મુંબઇથી પરત ફર્યા છે. તેણે તેની આગામી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ 2' શરૂઆત કરી દીધી છે. આ ફિલ્મ માટે ઇરફાન ડે-નાઇટ શૂટિંગમાં વ્યસ્ત છે, ચાહકોને ફિલ્મ સેટમાંથી લીક થયેલી તસવીરોની ઝલક મળી જાય છે. હવે આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ કરીના કપૂરની એન્ટ્રી થઇ ગઇ છે અને આ ફિલ્મમાં પહેલી વખત એવું કામ કરશે જે તેમણે આ પહેલા કોઇ ફિલ્મમાં કર્યુ નથી.

    હકીકતમાં ઇરફાન ખાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ 2' માં કરીના કપૂર પહેલી વખત 'પોલીસવાળા'ની ભૂમિકામાં ભજવશે. કરિના કપૂરની એન્ટ્રીને લઇને આ ખુલાસો આ ફિલ્મના પ્રોડ્યુસરે પોતે જ કર્યો છે. આ સાથે જ ફિલ્મમાં કરીનાનો રોલનો પણ ખુલાસો થયો છે. ચાહકો પહેલી વખત કરીનાને કૉપની ભૂમિકામાં જોવા માટે ઉત્સાહિત છે. કરીના આ ભૂમિકા કેવી રીતે ભજવશે તે જોવાનું ખરેખર રસપ્રદ રહેશે.



    એક મનોરંજન વેબસાઇટને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂ દરમિયાન અંગ્રેજી માધ્યમ નિર્માતા દિનેશ વિજાને કહ્યું, "કરીના કપૂર ખાન અમારી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ 2' માં જોડાશે. ' તેણે કહ્યું, 'આ એક ખાસ ફિલ્મ છે. હું અને ફિલ્મની આખી ટીમ આ વિશે ખૂબ ઉત્સાહિત છીએ. ફિલ્મમાં કરીના જે પાત્ર ભજવશે તે માટે તેઓ એકદમ સંપૂર્ણ છે.'

    દિનેશે કરીના કપૂરની ભૂમિકા વિશે જણાવ્યું હતું. "ફિલ્મમાં કરીના એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. અત્યાર સુધીમાં કોઈ પણ ફિલ્મમાં કરીનાએ આવી ભૂમિકા ભજવી નથી. અમે આ જૂનમાં લંડનમાં શૂટિંગ કરીશું.'

    કરીના કપૂરે એક મુલાકાતમાં કહ્યું હતું કે, "ફિલ્મમાં મારી ભૂમિકા નાની છે પરંતુ તે ખૂબ જ રસપ્રદ છે. હું લાંબા સમયથી આ પ્રકારની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહી છું. ફિલ્મમાં હોમી અદજાનિયા, ઇરફાન ખાન અને દિપક ડોબરિયાલ જેવા કલાકારો સાથે કામ કરવાથી લઇને ખૂબ ખુશ છુ.

    આ દિવસે ઇરફાન ખાન રાજસ્થાનના ઉદયપુરમાં અંગ્રેજી માધ્યમનું શૂટિંગ કરી રહ્યો છે. તાજેતરમાં ફિલ્મોના સેટ પરથી તસવીર લીક થઈ હતી. આ તસવીરથી જાણી શકાય કે ફિલ્માં ઇરફાનની ભૂમિકા એક સામાન્ય માણસની હશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Irrfan khan, Kareena kapoor, Police officer, બોલીવુડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन