40,000ની T-Shirt પહેરીને નીકળી Kareena Kapoor Khan, ટ્રોલ્સે કહ્યું- 'અમારે ત્યાં 150ની મળે છે'
40,000ની T-Shirt પહેરીને નીકળી Kareena Kapoor Khan, ટ્રોલ્સે કહ્યું- 'અમારે ત્યાં 150ની મળે છે'
Gucciની 40,000ની ટીશર્ટ પહેરવાં પર ટ્રોલ થઇ કરીના કપૂર ખાન
Kareena Kapoor Khan in Gucci T Shirt: કરીના કપૂર ખાનનો (Kareena Kapoor Khan Video)એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં તે ગુચીની ટી-શર્ટ (Gucci T-Shirt)પહેરેલી નજર આવે છે. આ ટીશર્ટ ઘણી જ સામાન્ય દેખાય છે પણ તેની કિંમત 40,000 રૂપિયા છે. ત્યારે તેનો વીડિયો વાયરલ થતા લોકોએ કમેન્ટ્સની ભરમાર લગાવી દીધી છે. સૌનું એક જ કહેવું છે કે, આવી ટી-શર્ટ અમારે સરોજીનીથી 150- 200 રૂપિયામાં મળી જાય આ માટે 40,000 રૂપિયા કોણ ખર્ચે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) ઘરની બહાર નીકળે એટલે તેનાં પર કેમેરાની નજર અટકી જ જાય. તેનાં કપડાં તેની સ્ટાઇલ તેનાં શૂઝ બધા પર સોશિયલ મીડિયા પોલીસની નજર રહેતી હોય છે. તેમાં જ તે હાલમાં જ્યારે તદ્દન સમાન્ય લાગતી ટી શર્ટ પહેરી બહાર નીકળી ત્યારે સૌ કોઇનું ધ્યાન તેનાં પર ગયું. આ ટી-શર્ટ નહીં પણ તેની કિંમતનાં કારણે ફરી એક વખત કરીના કપૂર ખાન ચર્ચામાં આવી ગઇ. આ ટી-શર્ટ ગુચી બ્રાન્ડની છે અને તેની કિંમત 40,000 રૂપિયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ પર વૂમ્પલા દ્વારા શેર કરવામાં આવેલાં આ વીડિયોમાં ટી-શર્ટ અંગે માહિતી આપવામાં આવી છે. આ વીડિયો (Kareena Kapoor Khan Videos) પર જ ટ્રોલ્સે તેને આડે હાથ લીધી અને તેને સાવ સામાન્ય દેખાતી પણ આટલી મોંઘી ટીશર્ટ પહેરવા બદલ આડે હાથે લઇ લીધી હતી.
ટ્રોલ થઇ કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન થઇ ટ્રોલ- કરીનાનાં આ વીડિયો પર ટ્રોલ્સ અટકી રહ્યાં નથી તેઓ જાત ભાતની કમેન્ટ કરી રહ્યાં છે. એક લખે છે, 'અમારા સરોજીનીમાં આવી ટીશર્ટ 150-200માં મળી જાય.' અન્ય એકે લખ્યું છે કે, 'આવી ટી શર્ટ માટે 40,000 રૂપિયા કોણ ખર્ચે ', અન્ય એક લખે છે ગુચી બ્રાન્ડ છે તો તમે ગમે તે લખશો અમે માની લઇશું.. કાલ ઉઠીને તમે લખો ચાર લાખની ટી-શર્ટ તો અમે માની લઇશું. અન્ય એક ટ્રોલે કમેન્ટ કરી છે કે, 100-150માં આવી કેટલી જોઇએ છે. અન્ય એકે લખ્યું છે, 'મારી પાસે સેઇમ આવી છે 200 રૂપિયાની.. સરોજીનીમાં 150માં મળી જશે.'
Gucciની ટી-શર્ટમાં કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન હાલમાં મુંબઈ ખાતે જોવા મળી હતી. આ દરમિયાન તે ગુચ્ચી યેલો ટી-શર્ટ અને કેઝ્યુઅલ ટ્રાઉઝરમાં જોવા મળી હતી. કરીના કપૂર ખાને પોતાના લુકને બ્લેક સન ગ્લાસ સાથે સ્ટાઈલ કર્યો હતો અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. સાથે જ તેના હાથમાં કોફીનો ગ્લાસ હતો. કરીના કપૂર કેઝ્યુઅલ આઉટફિટ અને ફ્લેટ ફૂટવેરમાં સ્પોર્ટી લુક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી પરંતુ તેનાથી પણ વધારે તેની ટી-શર્ટે લોકોને આકર્ષિત કર્યા હતા. કરીનાની ગુચ્ચી યેલો ટી-શર્ટની કિંમત તમારા હોશ ઉડાવી દે તેવી હતી. આ ટી-શર્ટની કિંમત 40,000 રૂપિયા છે પરંતુ કરીનાનો મોંઘો લુક નેટીઝન્સને આકર્ષવામાં સફળ નહોતો રહ્યો. ઘણા યુઝર્સે તેને મોંઘી ગુચ્ચી ટી-શર્ટને લઈને ટ્રોલ કરી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર