કરીના કપૂર ખાનનું ઇન્સ્ટાગ્રામ પર 1 વર્ષ પૂર્ણ, ફેન સાથે શેર કર્યો ખાસ VIDEO

ઇન્સ્ટાગ્રામ પર કરિનાનું એક વર્ષ પૂર્ણ

કરીના કપૂર (Kareena Kapoor)નાં ઇન્સ્ટાગ્રામ પર એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે જેની ખુશીમાં તેણે એક પોસ્ટ શેર કરી છે. જેને જોયા બાદ ફેન્સ પણ રિએક્શન આપવાનું શરૂ કરી દીધુ છે. કરીનાએ માર્ચ 2020માં આ પ્લેટફર્મ જોઇન કર્યું હતું. એવામાં તેનાં પર્સનલ અને પ્રોફેશનલ પોસ્ટનો આ વીડિયો બનાવી તેણે શેર કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનાં એક વર્ષ પૂર્ણ કર્યા છે. એક્ટ્રેસે 1 વર્ષ પહેલાં ધમાકેદાર અંદાજમાં ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી લીધી હતી. હવે જ્યારે તેણે આ સોશિયલ મીડિયા પ્લેટફર્મનો ઉપયોગ કરતાં એક વર્ષ થઇ ગયુ છે તો તેણે ખુબજ શાનદાર અંદાજમાં તેની ખુશી વ્યક્ત કરી છે. કરીના કપૂર (Kareena Kapoor)એ ઇન્સ્ટાગ્રામ પર એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે જેની ખુશીમાં તેણે એક પોસ્ટ શેર કરી છે. જેને જોયા બાદ ફેન્સ પણ રિએક્શન આપવાનું શરૂ કરી દીધુ છે.

  કરીનાએ માર્ચ 2020માં આ પ્લેટફર્મ જોઇન કર્યું હતું. એવામાં તેનાં પર્સનલ અને પ્રોફેશનલ પોસ્ટનો આ વીડિયો બનાવી તેણે શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસની ઇન્સ્ટાગ્રામ પર એક વર્ષની જર્ની જોવા મળી રહી છે., પણ આ બધાની વચ્ચે ફેન્સ કરીનાને તેનાં બીજા બાળકની તસવીર શેર કરવાં કહી રહ્યાં છે. કરીના એક વર્ષ પૂર્ણ થતા તેનાં બીજા બાળકની ઝલક શેર કરશે તેમ ફેન્સને લાગતું હતું પણ તેણે એમ ન કર્યું
  કરીનાની આ પોસ્ટ પર તેનાં ઘણાં ફેન્સે બીજા બાળકની તસવીર શેર કરવાં જણાવ્યું હતું. કરીના અને સૈફ અલી ખાને ગત મહિને એટલે કે ફેબ્રુઆરીમાં તેમનાં બીજા બાળકનું સ્વાગત કર્યું. 21 ફેબ્રુઆરીનાં તેમનાં બીજા બાળકનો જન્મ થયો હતો. તેઓએ વર્ષ 2016માં તૈમૂરને જન્મ આપ્યો હતો.
  Published by:Margi Pandya
  First published: