Home /News /entertainment /

Kreena Kapoor બહેન કરિશ્મા અને બાળકો સાથે માલદીવથી પરત ફરી, ડ્રેસને કારણે થઈ ટ્રોલ

Kreena Kapoor બહેન કરિશ્મા અને બાળકો સાથે માલદીવથી પરત ફરી, ડ્રેસને કારણે થઈ ટ્રોલ

Kareena and Karisma trolls due to dress

Kareena-Karishma Troll Video: અભિનેત્રીનો તાજેતરનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાળકો અને બહેન સાથે એરપોર્ટથી બહાર નીકળતી જોવા મળી રહી છે. બંનેએ એક સરખા ડ્રેસ પહેર્યા છે જેના કારણે તેઓ ટ્રોલ (Troll) થઈ રહ્યા છે.

વધુ જુઓ ...
    કરીના કપૂર (Karina Kapoor) તેના બાળકો અને બહેન કરિશ્મા કપૂર (
    Karishma Kapoor) સાથે આ અઠવાડિયાની શરૂઆતમાં માલદીવ (Maldives) ગઈ હતી. ત્યાંથી તેણે તેના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી. તે હવે માલદીવથી પરત ફરી છે. અભિનેત્રીનો તાજેતરનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાળકો અને બહેન સાથે એરપોર્ટથી બહાર નીકળતી જોવા મળી રહી છે. બંનેએ એક સરખા ડ્રેસ પહેર્યા છે જેના કારણે તેઓ ટ્રોલ (Troll) થઈ રહ્યા છે.

    કરીના કપૂર ખાન (Karina Kapoor Khan) માલદીવ (Maldives) ના પ્રવાસેથી પરત ફરી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Video Viral ) થઈ રહ્યો છે, જેમાં કરિશ્મા કપૂર અને કરીના જોવા મળી રહી છે. આ ઉપરાંત કરીનાને બાળકો પણ છે. કરીના અને કરિશ્મા એક સરખા ડ્રેસ પહેરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરીના દીકરા જેહ (jeh) ને ખોળામાં પકડી રહી છે, જ્યારે તૈમૂર (Taimur) તેની માસી કરિશ્મા સાથે બહાર આવી રહ્યો છે. આ વિડિયો સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભાયાણી (Viral Bhayani) એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

    નેટીઝન્સે કરીના-કરિશ્માને તેમના ડ્રેસના કારણે ટ્રોલ કર્યા
    આ સમાચાર લખાઈ છે ત્યાં સુધીમાં, 20 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. નેટીઝન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું, કે 'શું તે નાઈટ ડ્રેસ પહેરીને બહાર આવી ગયા?' અન્ય યુઝરે લખ્યું, 'કરિશ્મા કરીના કરતા વધુ સુંદર લાગે છે.' લોકો તેને તેના ડ્રેસને કારણે ટ્રોલ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું, 'હું નાઈટ ડ્રેસ પહેરીને ફરે છે.'




    કરીના નાના જેહ સાથે રેતી પર રમતી જોવા મળી હતી

    કરીનાએ માલદીવ ટ્રીપની તેની ઘણી ઝલક ચાહકો માટે શેર કરી હતી. ફોટામાં તે નાના જેહ સાથે રેતી પર બેઠેલી જોવા મળી હતી. ફોલોઅર્સને અભિનંદન આપતાં કરીનાએ ફોટોના કેપ્શનમાં લખ્યું, 'હોળી પર અમે રેતીના કિલ્લા બનાવીએ છીએ. હેપ્પી હોલી!'

    'લાલ સિંહ ચઢ્ઢા' (Lal singh chaddha) માં આમિર (Amir Khan) સાથે જોવા મળશે (Upcoming Film of Karina Kapoor)
    નતાશા પૂનાવાલા પણ કપૂર બહેનો સાથે વેકેશન પર ગઈ હતી. તેણે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં ત્રણેય બિકીનીમાં પૂલમાં એન્જોય કરતા જોવા મળ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં આમિર ખાન સાથે જોવા મળશે.

    ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 1994ની અમેરિકન ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. આ સિવાય કરીનાએ સુજોય ઘોષની આગામી ફિલ્મ સાથે ઓટીટી ડેબ્યૂ કરવાની જાહેરાત કરી છે. આ એક મર્ડર મિસ્ટ્રી છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Kareena kapoor, Karishma kapoor, Latest viral video

    આગામી સમાચાર