એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા અરોરા (Amrita Arora)નો આજે જન્મ દિવસ છે. અમૃતા આજે તેનો 43મો જન્મ દિવસ ઉજવી રહી છે. એવામાં એક્ટ્રેસે ફેન્સની સાથે સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ તેને જન્મ દિવસનાં વધામણાં આપી રહ્યાં છે. દરેક તરફથી અમૃતાને જન્મ દિવસની શુભકામનાઓ મળી રહી છે. એવામાં તેની બહેન મલાઇકા અરોરા અને બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટ્રેસ કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan) પણ ખાસ અંદાજમાં વિશ કર્યુ છે. કરીના કપૂર ખાને ખુબજ ફની અંદાજમાં અમૃતા અરોરાને બર્થ ડે વિશ કર્યુ છે. કરીનાએ અમૃતા અરોરાની સાથે તેની એક તસવીર શેર કરી છે અને એક ખુબજ શાનદાર કેપ્શન લખી છે.
કરીના કપૂર ખાને અમૃતા અરોરાની સાથે જે તસવીર શેર કરી છે. તેમાં બંને ખડખડાટ હસતી નજર આવી રહી છે. ફોટો શેર કરતાં કરીનાએ લખ્યું છે કે, 'આ ફોટો ઘણું બધુ કહી જાય છે. જ્યારે તું 100મી વખત લપસી રહી છે ત્યારે હું પેપરાઝી માટે પાઉટ કરી રહી છું. પણ માય ગર્લ તને ખબર છે ને હું હમેશાં તારો સાથ આપીશ. તુ હમેશાં મારી ગોલ્ડન ગર્લ રહીશ. (મારી વાત સમજવી છે તો આ માટે સ્વાઇપ કર અને બીજી ફોટો જો. મારી સોલ સિસ્ટર... મારી બેસ્ટ ફ્રેન્ડ) '
કરીના વધુમાં લખે છે કે, 'હું વાયદો કરુ છુ કે, જ્યારે તું 101મી વખત પડીશ ત્યારે પણ હું તને મદદ કરીશ.. હેપ્પી બર્થ ડે મારી Amolas' કરીનાએ તેની બેસ્ટ ફ્રેન્ડને બર્થ ડે વિશ કરવાનો આ અંદાજ ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે. તેની પોસ્ટ પર કમેન્ટ કરતાં તેનાં ફેને અમૃતા અરોરાને બર્થડેની વધામણી આપી છે. તો કેટલાંકે તેનાં ફની અંદાજનાં વખાણ પણ કર્યા છે. કરીનાનો તેની બેસ્ટ ફ્રેન્ડને બર્થતડે વિશ કરવાનો અંદાજ લોકો પસંદ કરી રહ્યાં છે.
Published by:Margi Pandya
First published:February 01, 2021, 10:00 am