કરિના ઇચ્છે છે જલદી જ આવી જાય વિરાટ-અનુષ્કાનું બાળક, કારણ છે ખાસ

News18 Gujarati
Updated: December 13, 2019, 4:57 PM IST
કરિના ઇચ્છે છે જલદી જ આવી જાય વિરાટ-અનુષ્કાનું બાળક, કારણ છે ખાસ
કરિના ભલે હાલમાં 'ગૂડ ન્યૂઝ'નાં પ્રમોશનમાં વ્યસ્ત હોય પણ તે ખરેખરમાં ઇચ્છે છે કે વિરાટ અનુષ્કાનાં ઘરે જલદી જ પારણું બંધાય 

કરિના ભલે હાલમાં 'ગૂડ ન્યૂઝ'નાં પ્રમોશનમાં વ્યસ્ત હોય પણ તે ખરેખરમાં ઇચ્છે છે કે વિરાટ અનુષ્કાનાં ઘરે જલદી જ પારણું બંધાય 

  • Share this:
મુંબઇ: કરિના કપૂર ખાન હાલમાં ફિલ્મ 'ગુડ ન્યૂઝ'નું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં તે એક પ્રેગ્નેન્ટ મહિલાનું પાત્ર ભજવી રહી છે. કરિના પોતે એક દીકરાની મા છે પણ હવે તે ઇચ્છે છે કે, વિરાટ કહોલી અને અનુષ્કા શર્માનાં ઘરે બાળક આવી જાય. આવી દુઆ માંગવા પાછળ પણ કરિના પાસે એક કારણ છે. જે માટે તેની ફિલ્મનાં પ્રમોશનને કોઇ જ લેવા દેવા નથી. કરિના સાચેમાં ઇચ્છે છે કે વિરાટ અને અનુષ્કાનું બાળક થાય. અને આ પાછળ કારણ છે તેનો દીકરો તૈમૂર અલી ખાન.

કરિના કપૂર ખાને રેડિયો શો 'વૉટ વૂમન વૉન્ટ' માં તેમની પહેલી ગેસ્ટ બની હતી તેની સાસુ શર્મિલા ટેગોર. એવામાં કરિનાએ તેની સાસુને ઘણાં સવાલ પુછ્યાં. આ શૉમાં કરિનાએ તેની સાસુને પુછ્યું કે, 'અમ્મા, જ્યારે પેરેન્ટિંગની વાત આવે છે તો આપ તેને કેવી રીતે જુઓ છો. ખાસ કરીને તૈમૂરનાં કિસ્સમાં. કારણ કે તેને વધારે પડતું જ અટેન્શન મળી રહ્યું છે. 'આ સવાલનાં જવાબમાં શર્મિલા કહે છે કે, 'હા, સોશિયલ મીડિયા સાચેમાં એક ચિંતાનો વિષય છે. આપનું બાળક ઘણી બધી વસ્તુઓથી પ્રભાવિત થઇ જાય છે. અને તે તમામ પર નિયંત્રણ રાખવું શક્ય નથી. બાદમાં જ્યારે તે ખરેખર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે તો કદાચ તેને ઘણી માહિતીઓ મળશે. પણ મને લાગે છે કે મીડિયા તમને ઘણાં ઉચા બનાવી દે છે. અને અચાનક જ નીચે ફેંકી દે છે. જેમ કે વિચારો કાલ ઉઠીને વિરાટ-અનુષ્કાનું બાળક આવશે તો મીડિયા તૈમુરને ભુલી જશે.'શર્મિલાની આ વાત પર કરિના હાથ જોડીને કહે છે. 'કાશ આવું જ થઇ જાય.. તો શર્મિલા પણ કહે છે.. કાશ આવું જ થાય...'કરિના અને સૈફનો દીકરો તૈમૂર મીડિયામાં ઘણો ફેમસ છે. તઅને તેની ફોટોઝ હમેશાં સામે આવતી રહેતી હોય છે. એટલું જ નહીં નાનકડાં તૈમૂરનાં સોશિયલ મીડિયા પર ઘણાં ફેનપેજ પણ છે. એવામાં કરિના અને સૈફ ઘણી વખત તૈમૂરની સેફ્ટી અને તેનાં ઉછેરને લઇને ચિંતા જતાવી ચુક્યા ચે. એવામાં લાગે છે કે હવે કરિનાને આશા છે કે, અનુષ્કા અને વિરાટનું બાળક આવી જાય અને મીડિયાની નજર તૈમુરથી હટીને તેનાં પર રહે.
First published: December 13, 2019, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading