કરીના કપૂર ખાને લગ્ઝુરિયસ કારની લીધી ટેસ્ટ ડ્રાઇવ, કારની કિંમત જાણી તમે કહેશો OMG

(Kareena Kapoor Khan/Instagram)

સૈફ અલી ખાન (Saif Ali Khan)એ Mercedes-Benz G-Class ની ટેસ્ટ ડ્રાઇવ લીધા બાદ કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan) લેન્ડ રોવર ડિફેન્ડર (Land Rover Defender)ની ટેસ્ટ ડ્રાઇવ લીધી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)અને તેનાં શોહર એટલે કે સૈફ અલી ખાન (Saif ALi Kahn) બંને જ ગાડીઓનાં શોખીન છે. કરીના બીજી વખત માતા બન્યા બાદ જ્યાં હાલમાં જ સૈફ અલી ખાને Mercedes-Benz G-Classની ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી. ત્યાં કરીના ફરી એક વખત ટેસ્ટ ડ્રાઇવ લેતા સ્પોટ થઇ છે. આ વખતે તેણએ લેન્ડ રોવર ડિફેન્ડર (Land Rover Defender)ની ટેસ્ટ ડ્રાઇવ લીધી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

  સૈફ અલી ખાન (Saif Ali Khan) જ્યારે હાલમાં જ ટેસ્ટ ડ્રાઇવ લેતા નજર આવ્યો હતો ત્યારે કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે, કદાચ બીજી વખત માતા બન્યા બાદ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ને આ ગાડી ગીફ્ટ આપવાનો છે. પણ હવે કરીનાનો જ ટેસ્ટ ડ્રાઇવ લેતો વીડિયો સામે આવ્યો છે. પ્રખ્યાત પેપરાઝી વિરલ ભયાનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કરીના કપૂર ખાન લેન્ડ રોવર ડિફેન્ડર (Land Rover Defender)ની ટેસ્ટ ડ્રાઇવ લેતી નજર આવી રહી છે.

  વીડિયોમાં લોકો કમેન્ટ કરીને જાણવાં માંગી રહ્યાં છે કે, પટોડી પરિવારમાં કોનાં પસંદની ગાડી આવવાની છે. બંને ગાડીઓની કિંમત અંગે વાત કરીએ તો, Mercedes-Benz G-Class ભારતીય માર્કેટમાં 2.5 કરોડ રૂપિયાની છે. જ્યારે લેન્ડ રોવર ડિફેન્ડરની શરૂઆતની કિંમત 92 લાખ રુપિયાથી 1.14 કરોડ સુધીની છે. બંને લગ્ઝુરિયસ કાર છે અને તેમનાં ફિચર્સ ખુબજ શાનદાર છે. તેની સ્ટાઇલ અને લૂક પણ ઘણું ઇમ્પ્રેસિવ છે.
  વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટૂંક સમમાં કરીના કપૂર ખાન આમિરની સાથે 'લાલ સિંહ ચડ્ઢા'માં નજર આવશે. અને સૈફ અલી ખાન ટૂંક સમયમાં 'ભૂત પોલીસ'માં નજર આવશે આ ફિલ્મમાં તેની સાથએ અર્જુન કપૂર, યામી ગૌતમ અને જેક્લીન ફર્નાન્ડિઝ છે. જ્યારે તેની બીજી ફિલ્મ 'આદિપુરુષ' છે જેમાં તે પ્રભાષ અને ક્રિતી સેનનની સાથે નજર આવશે. આ ફિલ્મમાં તે રાવણનાં કિરદારમાં નજર આવશે.
  Published by:Margi Pandya
  First published: