તૈમૂરનાં નામ પર થયો વિવાદ, કરીના બોલી- 'મા હોવાને કારણે ખૂબ જ ડરી ગઇ હતી'

કરિના કપૂર ખાન દીકરા તૈમુર સાથે @kareenakapoorkhan/Instagram

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ શુક્રવારે કહ્યું હતું કે, તેનાં દીકરા તૈમૂરનાં નામ અંગે વિવાદ દરમિયાન તે હદથી વધારે ડરી ગઇ હતી. કરીના અને સૈફ અલી ખાન (Saif Ali Khan)એ 2016માં તેનાં પહેલાં બાળકનું નામ તૈમૂર (Taimur) રાખ્યું હતું. નામ જાહેર થતા જ સોશિયલ મીડિયા પર લોકો આ નામ અને તેનાં સાથે જોડાયેલાં સવાલો કરવા લાગ્યા હતાં.

  પત્રકાર બરખા દત્તની સાથે 'વી ધ વૂમન'નાં ઓનલાઇન સેશનમાં કરીનાએ ખુલીને વાત કરી હતી. તે દરમિયાન તેણે કેવો સમય જોયો હતો તે અંગે વાત કરી હતી. કરીનાએ કહ્યું કે, 'તેનાં નામ અંગે જે થયુ હતું તે ખુબજ ડરાવનું હતું. ખુબજ ઘૃણાસ્પદ હતું. અને હું તેને જરાં પણ ભૂલીસ નહીં. એક વ્યક્તિ અને માનાં રૂપે હું ખુબજ ડરી ગઇ હતી. હું મારા બાળકનું નામ શું રાખીશ, હું તેને શું કહીને બોલાવીશ તે સંપૂર્ણ રીતે મારો નિર્ણય છે. અને તેનાંથી અન્યને કોઇ જ લેવા દેવા નથી. '

  આ પણ વાંચો- કરન જોહરને NCBએ નોટિસ પર બોલ્યા કોંગ્રેસ નેતા- કંગના રનૌટને કેમ હજુ સુધી નથી બોલાવી?

  કરીનાએ તેનાં પ્રસવનાં તુરંત બાદની એક ઘટનાને યાદ કરતાં જણાવ્યું કે, કેવી રીતે એક પ્રસિદ્ધ વ્યક્તિ હોસ્પિટલમાં તેનાં અને તેનાં બાળકને મળવા આવ્યું અને નામ અંગે સવાલ કરવા લાગ્યું. તેણે કહ્યું કે, 'એક પ્રસિદ્ધ વ્યક્તિ મને અને મારા બાળકને મળવાં તેનાં નામ માટે આવ્યું વાતચીત દરમિયાન કહેવા લાગ્યું, શું તઇ ગયુ છે તને? તુ તારા દીકરાનું નામ તૈમૂર કેમ રાખી રહી છે? મને બાળકને જન્મ આ પે હજું આઠ કલાક પણ નહોતા થયા..'

  એક્ટ્રેસે કહ્યું કે, 'હું રડવા લાગી હતી. તે વ્યક્તિને મે ત્યાંથી જવા માટે કહી દીધુ હતું. અહીંથી જ શરૂ થયુ હતું બધું. તે સમયે મે નક્કી કર્યું કે, 'આ મારો દીકરો છે. મને ફરક નથી પડતો કે કોણ શું કહે છે, તે સ્વસ્થ રહે, ખુશ રહે, બસ અમે પણ ખુશ રહીશું.. હું નથી જાણવા ઇચ્છતી કે લોકો શું ટ્રોલ કરી રહ્યાં છે અને ક્યાં શું ચાલી રહ્યું છે.'

  આ પણ વાંચો- અનુપમા'એ સાડી પહેરી ચલાવી બાઇક, સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ

  કરીનાને આ વાત ખુબજ અજીબ લાગતી હતી કે લોકો, 'ઇતિહાસમાં સેંકડો વર્ષ પહેલાં જઇ તેની પસંદ પર સવાલ ઉઠાવી રહ્યાં છે.' એક્ટ્રેસે કહ્યું કે, 'આપને કેવી રીતે ખબર છે કે, મે તેનું નામ કેવી રીતે રાખ્યું છે, અમે અર્થ પ્રમાણે તેનું નામ રાખ્યું છે, જેનો અર્થ છે લોખંડ.. એક વ્યક્તિ જે મજબૂત છે. તેનું જે થયુ (ઇતિહાસમાં) તેનાંથી કંઇ લેવા દેવા નથી.'

  ઉલ્લેખનીય છે કે, તમામ વિવાદો બાદ તૈમૂર ઇન્ટરનેટ સેંસેશન બની ગયુ છે. અને પાપારાઝી સતત તેની પાછળ રહે છે સાથે જ કરીના અને સૈફ આ વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી કે તેઓ બીજી વખત માતા પિતા બનવા તૈયાર છે અને જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં તેઓ તેમનાં બીજા બાળકને જન્મ આપશે.
  Published by:Margi Pandya
  First published: