Home /News /entertainment /

કોરોના પોઝિટિવ થઇ કરિશ્મા કપૂર, કાજોલને મળતા જ બહેન કરિનાએ આપ્યા સમાચાર, VIRAL VIDEO

કોરોના પોઝિટિવ થઇ કરિશ્મા કપૂર, કાજોલને મળતા જ બહેન કરિનાએ આપ્યા સમાચાર, VIRAL VIDEO

કરિશ્મા કપૂર થઇ કોરોનાનો શિકાર

કરીના કપૂર ખાનની (Kareena Kapoor Khan) નણંદ સૈફ અલી ખાનની (Saif Ali Khan)બહેન સબા અલી ખાને પણ કરિશ્માનાં કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાની વાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે જેમાં તે કરિશ્માને જલ્દી ઠીક થવાની કામના કરે છે.

વધુ જુઓ ...
    મુંબઇ: કોરોના વાયરસની (Corona Virus) ચપેટમાં ભલભલા આવી ગયા છે. હાલમાં જ એક્ટ્રેસ શ્રુતિ હાસન (Shruti Hasan) અને હવે કરિશ્મા કપૂરનાં (Karishma Kapoor) કોરોના પોઝિટિવ (Corona Positive ) થયાનાં સમાચાર આવ્યાં છે. ગત દિવસોમાં કાજોલ અને કરીના કપૂર મહેબૂબ સ્ટોડિયોની બહાર મળી ગયા હતાં. બંને એકબીજાનાં ગળે મળ્યાં અને ગપશપ કરવા લાગ્યા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    આ દરમિયાન કાજોલ પોતાને કોરોનાથી બહાર આવી ગયાની વાત કરે છે. જેનાં પર કરિનાનાં મોઢેથી નીકળે છે કે, 'લોલો પણ કોરોના પોઝિટિવ થઇ ગઇ છે.' જોકે, આ દરમિયાન ઓડિયો સંપૂર્ણ સ્પષ્ટ નતી. પણ તેમની વાત પરથી તેમજ લાગે છે. જેમાં તે કહે છે તેની તબિયત સારી છે પણ તે કોરોના પોઝિટિવ છે. હવે આ ખુબજ સામાન્ય વાત થઇ ગઇ છે.

    આ પણ વાંચો-Hijab Row: હિજાબ વિવાદ પર સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાનનું વિવાદાસ્પદ ટ્વિટ

    તો કરીના  કપૂર ખાનની નણંદ સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાને (Saif Ali Khan) પણ કરિશ્માનાં કોરોના પોઝિટિવ હોવાની વાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે જેમાં તે કરિશ્માને જલ્દી ઠીક થવાની કામના કરે છે.




    આ સાથે જ સબાએ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતા લખ્યું છે કે, માલૂમ ન હતું કે, મીડિયા આટલી સ્પષ્ટ વાતચીત સાંભળી શકે છે. હે ભવિષ્યમાં જ્યારે પણ મારે જેહ જાનને કિડનેપ કરવો હશે તો મારી યોજનાઓને વિચારોને જોરથી નહીં બોલું. સબાની આ પોસ્ટ બાદ કરિશ્માએ જલ્દી જ ઠીક થવાની કામના કરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kajol, Kareena kapoor, Kareena kapoor khan

    આગામી સમાચાર