કરીના કપૂર ખાને દેખાડ્યું બેબી બમ્પ, પોસ્ટ કર્યા સુંદર PHOTOS

કરિના કપૂર ખાને દેખાડ્યું બેબી બમ્પ

આજે જ કરીના કપૂરે (Kareena Kapoor Khan) તેની એક અને તસવીર શેર કરી છે જેમાં તેનાં બેબી બમ્પ (Baby Bump) નજર આવે છે. કરીના એક સ્પોર્ટ્સ વેર બ્રાન્ડનાં પ્રોડક્ટનાં પ્રમોશન માટે શૂટ કરી રહી છે. શૂટિંગનાં પ્રમોશન દરમિયાન જ કરીનાએ આ સેલ્ફી લીધી છે જેમાં તેનો અંદાજ નજર આવે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની સુંદર એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તેનાં ફેન્સ તેની તસવીરોનાં દિવાના છે. એમાં આજકાલ તે તેની પ્રેગ્નેન્સી અંગે ચર્ચામાં છે. આ દરમિયાન તેનું બેબી બમ્પ નજર આવી રહ્યું છે. કરીનાએ પ્રેગ્નેન્સી દરમિયાન કામ ચાલુ જ રાખ્યું છે. ખબર છે કે, ગત દિવસોમાં તેણે તેની ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

  આજે જ કરીનાએ તેની વધુ એક તસવીર શેર કરી છે જેમાં તેનું બેબી બમ્પ નજર આવી રહ્યું છે. કરીના એક સ્પોર્ટ્સ વેર બ્રાન્ડની પ્રોડક્ટનાં પ્રમોશન માટે શૂટિંગ કરી રહ્યું ચે. શૂટિંગનાં પ્રમોશન દરમિયાન કરીનાની આ સેલ્ફી પોસ્ટ કરી છે. આ તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'પૂમા ઇન્ડિયાનાં સેટ પર અમે બંને' અમે બંનેથી તેનો અર્થ હતો તે અને તેનું બાળક.. કરીનાની આ ફોટો પર ખુબ બધી લાઇક્સ આવી રહી છે.
  ગણતરીનાં કલાકોમાં જ આ ફોટોને લાખો લાઇક મળવા લાગી છે. કિયારા અડવાણી, અમૃતા અરોરા, મનિષ મલ્હોત્રા, રિદ્ધિમમા કપૂર જેવાં સેલિબ્રિટીઝ પણ કમેન્ટમાં તેનાં વખાણ કરી રહ્યાં છે.
  આપને જણાવી દઇએ કે, આજે કરીના કપૂરનાં દાદા અને દિગ્ગજ એક્ટર રાજ કપૂરનો પણ જન્મ દિવસ છે. કરીનાએ તેનાં દાદાનાં જન્મ દિવસે એક પોસ્ટ શેર કરી છે. જેમાં રાજકપૂર તેમનાં દીકરા અને કરિનાનાં પિતા રણધીર કપૂરની સાથે નજર આવે છે.

  કરીના છેલ્લે અક્ષય કુમાર, કિયારા અડવાણીઅને દિલજીત દોસાંજની સાથે 'ગૂડ ન્યૂઝ' ફિલ્મમાં નજર આવી હતી. હવે તે આમિર ખાનની સાથે તેની અપકમિંગ ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'માં નજર આવશે.
  Published by:Margi Pandya
  First published: