કરીના કપૂર ખાનનાં આ છે Favorite Boys, સોશિયલ મીડિયા પર ખોલ્યુ રહસ્ય

કરિના કપૂર ખાન, એક્ટ્રેસ

સોશિયલ મીડિયા પર બેબો એટલે કે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ એક નવી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે તેનાં ફેવરેટ બોયઝ (Favorite Boys)ની તસવીર શેર કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) જ્યારથી તે ઇન્સ્ટાગ્રામ પર આવી છે. તે તેની તસવીરો દ્વારા ફોલોઅર્સને તેમનાં અંગત અને વર્ક ફ્રન્ટની અપડેટ આપતી રહે છે. કરીના હાલમાં પ્રેગ્નેન્ટ છે અને તેનાં જીવનનો આ સુંદર ફેઝ એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર બેબોએ હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે તેનાં ફેવરેટ બોયઝ (Favorite Boys)ની તસવીરો શેર કરી રહી છે. જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

  કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે આ એક તસવીરમાં ત્રણ બોયઝ છે. તસવીરમાં સૈફ અલી ખાન તેનાં બંને દીકરા એટલે કે ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)અને તૈમૂર અલી ખાન (Taimur Ali Khan)ની સાથે નજર આવી રહી છે. તસવીરને શેર કરતાં કરીનાએ કેપ્શન લખી છે કે, 'મારા ફેવરેઇટ છોકરાઓ..' આ સાથે જ બે ઇમોજી પણ શેર કર્યા છે. તેમને #FatherAndSons ની સાથે પોસ્ટ શેર કરી છે.
  કરીનાએ તેમનાં પોસ્ટ પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યાં છે. કરીના અને સૈફનાં ફેન્સ આ ફોસ્ટને ઘણી પસંદ કરી રહ્યાં છે. આ તસવીરમાં જ્યાં સૈફ અને તૈમૂરે સફેદ કલરનાં કુર્તા પજામા પહેર્યા છે તો ઇબ્રાહિમ બ્લૂ કલરનાં ટી-શર્ટમાં નજર આવે છે.

  આ પણ વાંચો- રિતિક રોશન માટે કંગનાએ કર્યુ ટ્વિટ, 'ક્યાં સુધી રડીશ એક નાનકડા અફેર માટે..'

  આપને જણાવી દઇએ કે, કરીના ટૂંક સમયમાં જ બીજા બાળકની માતા બનવાવી છે. આ ખાસ દિવસોમાં સૈફ તેનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે. હાલમાં જ બંનેનો એખ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. કપલનો આ વીડિયો તે સમયનો છે જ્યારે સૈફ તેની પ્રેગ્નેન્ટ પત્નીને ક્લિનિક લઇ ગયો હતો. તે સમયે તે કરનાને સંપૂર્ણ પ્રોટેક્ટ કરતો નજર આવ્યો હતો.
  Published by:Margi Pandya
  First published: