એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાને આજે મધર્સ ડેનાં અવસર પર તેનાં બંને દીકરાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેનો નાનો દીકરો તૈમૂરનાં ખોળામાં સુતો નજર આવે છે. આ પહેલાં કરીનાએ ઇન્ટરનેશનલ વીમેન્સ ડેનાં દિવસે દીકરાની પહેલી તસવીર શેર કરી હતી. કરીનાએ આ તસવીર શેર કરતાં જ એક ખાસ મેસેજ પણ લખ્યો છે.
કરીનાએ તૈમૂર અને તેનાં નાના દીકરાની તસવીર શેર કરતાં લખ્યું છે કે, 'આજે દુનિયા આશા પર કાયમ છે. આ બંને મારામાં આશા જન્માવે છે સારા આવતીકાલની, હેપી મધર્સ ડે... તમામ સુંદર અને સ્ટ્રોગ માતાઓને.. '
કરીનાએ હજી સુધી બીજા દીકરાના નામ અંગે કોઈ જ ચોખવટ કરી નથી. કરીનાએ દીકરાની નામકરણ વિધિ કરી નાખી છે. જોકે, હજી સુધી દીકરાનું નામ બહાર પાડ્યું નથી.
આ પહેલાં કરીનાએ 16 એપ્રિલના રોજ પતિ સૈફ તથા બંને દીકરાઓની એક તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં કરીનાએ નાના દીકરાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. તસવીરમાં તૈમુર પોતાના નાના ભાઈ સાથે રમતો હતો. આ સાથે જ કરીનાએ તેની માતા બબિતાની તસવીર શેર કરી છે જેમાં સાથે તેની બહેન કરિશ્મા પણ નજર આવે છે.
કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરીનાં રોજ સવારે તેનાં બીજા દીકરાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. તે સમયે રણધીર કપૂરે કહ્યું હતું, 'મને તો બધાં બાળકો એક જેવાં જ લાગે છે, જોકે ઘરના બધા લોકો એવું કહી રહ્યા છે તે તૈમુર જેવો દેખાય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર