'એ લડકી કમર હિલા...', જ્યારે સરોજ ખાને કરિનાને ખખડાઇ કાઢી'તી

News18 Gujarati
Updated: July 3, 2020, 11:07 AM IST
'એ લડકી કમર હિલા...', જ્યારે સરોજ ખાને કરિનાને ખખડાઇ કાઢી'તી
કોરિયોગ્રાફર (coreographer) સરોજ ખાન (Saroj Khan)એ જ્યારે કરિના કપૂરને ખખડાઇ કાઢી હતી તેની હાલત ખરાબ થઇ ગઇ હતી

કોરિયોગ્રાફર (coreographer) સરોજ ખાન (Saroj Khan)એ જ્યારે કરિના કપૂરને ખખડાઇ કાઢી હતી તેની હાલત ખરાબ થઇ ગઇ હતી

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાન (Saroj Khan)નું શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest)ને કારણે નિધન થઇ ગયુ છે. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી હતી. જેને કારણે તેમને 17 જૂનનાં મુંબઇનાં બાન્દ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં મોડી રાત્રે 1.52 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન (Saroj Khan Death)થઇ ગયુ છે.

આ સાથે જ સોશિયલ મીડિયા પર સૌ કોઇ સરોજ ખાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે અને તેમની સાથેની પોતાની યાદો વાગોળી રહ્યું છે. એવાંમાં કરિના કપૂર ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કરિના કહેતી નજર આવે છે કે કેવી રીતે તેનાં કરિઅરની શરૂઆતમાં તે સારો ડાન્સ નહોતી કરી શકતી અને સરોજ ખાન તેને ખખડાવી કાઢતા હતાં. કરિનાએ આ કહ્યું કે, તેમણે સરોજ ખાનની વઢ સાંભળી છે કરિનાએ ઉમેર્યુ હતું કે, સરોજ ખાનને ઇમ્પ્રેસ કરવા ઘણાં જ મુશ્કેલ છે. કરિનાએ સરોજ ખાનનાં ડરથી જ ડાન્સ શીખ્યો હતો. તે તેનાં ઘરમાં બાથરૂમ બંધ કરી ડાન્સ પ્રેક્ટીસ કરતી હતી.

કરિના કપૂરે આ વાત ડાન્સ ઇન્ડિયા ડાન્સનાં મંચ પર કરી હતી. જ્યારે સરોજ ખાન આ શોમાં આવ્યા હતાં ત્યારે કરિનાએ તેમની સાથેનો આ કિસ્સો શેર કર્યો હતો. કરિનાએ કહ્યું હતું કે, સરોજ ખાન મને કહેતી હતી કે.. એ લડકી.. કમર હિલા.. રાત કે એક બજ રહે હૈ.. ક્યા કર રહી હૈ? મને તે સમયે સરોજજીથી ખુબ ડર લાગતો કે, ક્યાંય આજે પણ માસ્ટરજીની વઢ ન સાંભળવી પડે.

કરિનાએ ઉમેર્યુ હતું કે, જ્યારે મે ફિલ્મ રેફ્યૂજીનું શૂટિંગ કર્યુ આ તે સમયની વાત છે મને ડાન્સ કરતાં નહોતો આવડતો. ત્યારે તેઓ મને કહેતાં, જો તને ડાન્સ કરતા નથી આવડતો, હાથ પગ ચલાવતા નથી આવડતું તો તારે ચહેરાથી ડાન્સ કરવો પડશે.

કરિનાએ કહ્યું કે, તેમનાં દ્વારા શીખવવામાં આવેલાં ચહેરાનાં ડાન્સ એક્સપ્રેશન શીખવવા મે મારી જાતને બાથરૂમમાં બંધ કરી લીધી હતી. હું ત્યાં જ એક્સપ્રેશનની પ્રેક્ટિસ કરતી હતી.

આ પણ વાંચો-PHOTOS: 3 વર્ષની ઊંમરે ફિલ્મી કરિઅર શરૂ કરનારા સરોજ ખાનની જાનદાર તસવીરો

આપને જણાવી દઇએ કે, સરોજ ખાનનું 3 જૂલાઇનાં વહેલી સવારે 1.52 વાગ્યે નિધન થઇ ગયુ છે. તેઓ ખુબજ સ્ટ્રિક્ટ કોરિયોગ્રાફર હતાં. તેઓ જો ડાન્સમાં ચૂક હોય તો ખુબજ ખરાબ રીતે એક્ટ્રેસનો ઉધડો લઇ લેતા હતા. જોકે તેઓ સૌનાં માનિતા કોરિયોગ્રાફરમાંથી એક હતાં.
First published: July 3, 2020, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading