Home /News /entertainment /

તૈમૂરનાં નામ પર મચી હતી બબાલ, હવે ફેન્સનાં બીજા બાળકનાં નામ પર બન્યા મિમ્સ

તૈમૂરનાં નામ પર મચી હતી બબાલ, હવે ફેન્સનાં બીજા બાળકનાં નામ પર બન્યા મિમ્સ

તૈમૂર અલી ખાન સાથે મા કરીના

કરીના કપૂર ખાનની ડિલીવરી (Kareena Kapoor Khan Delivery)ની ખબર સામે આવ્યા બાદ બેબોનાં ફેન્સ જ્યાં તેને વધામણા આપી રહ્યાં છે ત્યાં લોકો એવાં પણ છે જે સૈફ અલી ખાનનાં ત્રીજા દીકરા તૈમૂરનાં નાના ભાઇનાં નામ પર લોકો ચર્ચા કરવા લગ્યા છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) બીજી વખત મા બની ગઇ છે. 21 ફેબ્રુઆરી એટલે કે આજે સવારે મુંબઇ (Mumbai)ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેણે દીકરાને જન્મ આપ્યો છે. હવે દીકરાનાં નામ અંગે ચર્ચાઓનું બજાર ગરમ છે. કીરના અને સૈફનાં પહેલા દીકરાનું નામ તૈમૂર અલી ખાન (Taimur Ali Khan)નાં નામ પર આખા દેશમાં બબાલ થઇ ગઇ હતી. હવે બીજા બાળકનાં જન્મ બાદ લોકો ન્યૂ બોર્ન બેબીનાં નામનો ઇન્તેઝાર કરી રહ્યાં છે.

    કરીના કપૂર ખાનની ડિલીવરી (Kareena Kapoor Khan Delivery)ની ખબર સામે આવ્યા બાદ બેબોનાં ફેન્સ તેને વધામણાં આપી રહ્યાં છે. તો કેટલાંક લોકો એવાં પણ છે જે ફક્ત સૈફ અલી ખાન (Saif Ali Khan) નાં ત્રીજા દીકરા અને તૈમૂરનાં નાના ભાઇનાં નામ અંગે ચર્ચા કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા (Social Media) પર કેટલાંક લોકો બાળકનાં નામ પર ટ્રોલ પણ કરી રહ્યાં છે.

    સૈફ અલીખાનનાં મોટા દીકરાનું નામ ઇબ્રાહિમ છે. બીજા દીકરાનું નામ તૈમૂર છે તો ટ્રોલર્સ કયાસ કરી રહ્યાં છે. સૈફ અલી ખાનનાં ત્રીજા દીકરાનું નામ બાબર હશે.

    કરીનાએ વર્ષ 2016માં પહેલાં દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારે તેનાં લાડકાનું તૈમૂર અલી ખાન રાખવામાં આવ્યું હતું. આ નામ પર સોશિયલ મીડિયા પર ઘણી બબાલ થઇ હતી. તૈમૂરનું નામ એક ક્રૂર શાસક તરીકે જણાવવામાં આવે છે. ટ્રોલ થયા બાદ સૈફે નામ બદલવાનો વિચાર કર્યો હતો પણ કરીનાએ નામ બદલવાનો ઇન્કાર કર્યો હતો. તેથી ફેન્સ કરીનાનાં બીજા બાળકનાં નામ પર ઘણાં ઉત્સાહિત છે અને જાણવાં માગે છે કે, હવે કરીના અને સૈફ બીજા બાળકનું શું નામ રાખશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Baby boy, Kareena kapoor khan, Saif ali khan

    આગામી સમાચાર