Home /News /entertainment /

રસપ્રદ : કરીના કપૂર ખાન છૂટાછેડા લીધેલા સૈફ સાથે લગ્ન કરવા માંગતી ન હતી, જાણો પછી કેવી રીતે રાજી થઈ

રસપ્રદ : કરીના કપૂર ખાન છૂટાછેડા લીધેલા સૈફ સાથે લગ્ન કરવા માંગતી ન હતી, જાણો પછી કેવી રીતે રાજી થઈ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની લવસ્ટોરી

કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનની લવસ્ટોરી (Kareena Kapoor Saif Ali Khan Love Story) કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. કરીના ઉંમરમાં સૈફ કરતા 10 વર્ષ નાની છે. સૈફના આ બીજા લગ્ન છે.

    મુંબઈ : કરીના કપૂર (Kareena Kapoor) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ના લગ્ન (Marriage)ને આઠ વર્ષ થઈ ગયા છે. ચાહકોને તેમની જોડી ખૂબ જ પસંદ છે. જો કે આ લવસ્ટોરી (Kareena Kapoor Saif Ali Khan Love Story) કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. કરીના ઉંમરમાં સૈફ કરતા 10 વર્ષ નાની છે. સૈફના આ બીજા લગ્ન છે. કરીનાએ જ્યારે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણા લોકોએ તેને વિચારવા માટે મજબૂર કરી. તેણે પોતે આ વાતનો ખુલાસો 'કોફી વિથ કરણ' (Coffee With Karan) શોમાં કર્યો હતો.

    કરણ જોહરના ચેટ શોમાં તેમના લગ્નને લઈ કર્યો હતો ખુલાસો

    કરીના કપૂર અને પ્રિયંકા ચોપડા કરણ જોહરના ચેટ શોમાં એકસાથે પહોંચ્યા હતા. આ દરમિયાન કરણ જોહરે કરીનાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા સવાલો પૂછ્યા હતા કે સૈફને પહેલાથી જ બે બાળકો છે. તેના છૂટાછેડા થઈ ગયા છે. શું તમે ખરેખર આ કરવા માંગો છો?'

    સૈફ સાથે લગ્નને લઈ લોકો મને કહેતા, 'તારૂ કરિયર ખરાબ થઈ જશે'

    કરીના આગળ કહે છે કે 'લોકો મને એમ પણ કહેતા હતા કે જો તું સૈફ સાથે લગ્ન કરીશ તો તારી કારકિર્દી ખતમ થઈ જશે. લોકોની વાત સાંભળીને મને લાગ્યું કે કોઈને પ્રેમ કરવો એ ગુનો છે અથવા કોઈની સાથે લગ્ન કરવા એ ગુનો છે. પછી મેં વિચાર્યું કે ચાલો કરીએ અને પછી જોઈએ શું થાય છે.

    કોરોના નિયમના ભંગને લઈ આવી હતીવિવાદમાં

    કરીના કહે છે કે 'મારા અને સૈફ પહેલા લોકો તેમના સંબંધોને છુપાવતા હતા મારી સાથે આવું નહોતું. અભિનેત્રીઓએ તેમના સંબંધો વિશે વાત કરી ન હતી. લૉકડાઉનમાં કરીના ઘરે છે. લોકડાઉનમાં થોડી રાહત થયા બાદ તે મુંબઈના મરીન ડ્રાઈવમાં સૈફ અને તૈમૂર સાથે જોવા મળે છે, આ સિવાય હમણા જ એક પાર્ટીને લઈ કોરોના ગાઈડલાઈનના ભંગના આરોપને લઈ વિવાદમાં આવી હતી.

    આ પણ વાંચોSunny Leone ની સંઘર્ષ કહાની: આ વ્યક્તિ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં લઈ ગયો, પૈસા માટે સવારે પેપર વેચવા જતી

    કરીનાની ફિલ્મોની વાત કરીએ તો તે ફિલ્મ 'અંગ્રેઝી મીડિયમ'માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે ઈરફાન ખાન, રાધિકા મદન અને દીપક ડોબરિયાલ મુખ્ય ભૂમિકામાં હતા. લોકડાઉનને કારણે આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Kareena kapoor khan, Saif ali khan

    આગામી સમાચાર