દીકરા 'જહાંગીર'નાં નામ પર મચી બબાલ, કરીના બોલી- ' તે માસૂમ બાળક છે'

કરીના બીજા દીકરાનાં નામ પર પહેલી વખત બોલી

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની પ્રેગ્નેન્સી બૂમાં તેનાં બીજા દીકરા જહાંગીર અલી ખાન (Jehangir Ali Khan) છે. જેમ લોકોને માલૂમ થઇ રહી છે કે, એક્ટ્રેસે તેનાં દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. સોશિયલ મીડિયા પર દીકરા અને પરિવારને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)એ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેનાં બીજા દીકરાને જન્મ આપ્યો હતો.. જ્યારથી સેલિબ્રિટીએ તેમનાં દીકરાનાં જન્મની જાહેરાત કરી છે. ત્યારથી તેનાં નામ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. પહેલાં દીકરા તૈમૂર (Taimur Ali Khan)નાં નામ પર બબાલ થઇ હતી હવે એક્ટ્રેસનાં બીજા દીકરા જેહ (Jeh)નું નામ ટ્રોલ્સનાં નિશાને છે. આશરે એક મહિના પહેલાં કરીના-સૈફે તેમનાં બીજા બાળક 'જેહ'નાં નામની જાહેરાત કરી હતી. પણ હવે એક્ટ્રેસની પ્રેગ્નેન્સી બૂક 'કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઇબલ'માં તેનાં દીકરાનું અલગ જ નામ સામે આવ્યું છે.

  આ પણ વાંચો- Trisha Madhu: ભોજપુરી એક્ટ્રેસનાં અંગત વીડિયો થયા લિક, બોલી- તમારી બહેનની સાથે આવું થાય તો?

  બોલિવૂડ હંગામાની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કરીનાની બૂકમાં તેનાં બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન છે. જેમ લોકોને આ વાત માલૂમ થઇ રહી છે. એક્ટ્રેસે તેનાં દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. સોશિયલ મીડિયા પર દીકરા અને પરિવારને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી એક્ટ્રેસે તેનાં પર ચુપ્પી સાધી હતી પણ હવે કરીનાએ તેનાં બીજા દીકરાનાં નામ પર વાત કરી છે.

  આ પણ વાંચો- BHUJ: સ્ક્રિનિંગમાં અજય દેવગણની દીકરીએ લૂંટી મહેફિલ, પરિવારને જોઇ ડાન્સ કરવાં લાગી ન્યાસા

  કરીનાએ India Today સાથે વાતચીતમાં દીકરા 'જહાંગીર'નાં નામ પર ફેલાયેલી નેગેટિવિટી પર પ્રતિક્રિયા આપી છે. કરીના કહે છે, 'હું એક ખુબજ પોઝિટિવ વ્યક્તિ છું. હું ખુબજ ખુશ છું. કોરોના જેવાં કઠિન સમયમાં લોકોમાં ખુશી અને પોઝિટિવ ફેલાવવાં ઇચ્છુ છું. હું કોઇપણ પ્રાકરે ટ્રોલ કે નેગેટિવિટી અંગે નથી વિચારતી. હવે મારી પાસે મેડિટેશન ઉપરાંત કોઇ અન્ય રસ્તો નથી'

  આ પણ વાંચો- Taarak Mehta: જાણો તમારા પસંદિદા 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી
  આ પણ વાંચો-Sridevi Birth Anniversary: હીરો કરતાં પણ વધુ ફી વસૂલતી શ્રીદેવી, પરિવાર માટે મૂકી ગઇ કરોડોની સંપત્તિ

  'આ એટલાં માટે કારણ કે મને દિવાલ તરફ ધકેલવામાં આવી રહી છે. પણ હું છતા ઠિક છું. હું મેડિટેશન કરતી રહીશ. દરેક સિક્કાની બે બાજુ હોય છે. આ ઠીક છે. જો પોઝિટિવિટી છે તો, નેગેટિવિટી પણ હશે. મને એવી રીતે જ જોવું પડશે .કાશ એવું ન હતો. કારણ કે, જેની અમે વાત કરીએ છીએ તે બે માસૂમ બાળકો છે તેમને આ અંગે કંઇ જ માલૂમ નથી. પણ અમે ખુશ અને પોઝિટિવ રહીશું.'  કરીના જેણે હાલમાં જ તેની પ્રેગ્નેન્સી બૂકમાં તેની પ્રેગ્નેન્સી જર્ની અંગે ખુલાસો કર્યો છે કરીનાએ તેની બૂકમાં પ્રેગ્નેન્સી દરમિયાન તેનાં ખરાબ દિવસો અંગે પણ વાત કરી છે. એક્ટ્રેસ મુજબ ઘણી વખત કામ પર જવું અને પથારીમાંથી ઉઠવા અંગે સ્ટ્રગલ કરવી પડતી. કરીનાનું કહેવું છે કે, આ બૂક તેનાં દિલની ખુબ નિકટ છે કારણ કે તેમાં તેનાં બંને બાળકોની પ્રેગ્નેન્સી અંગે વાત કરવામાં આવી છે.
  Published by:Margi Pandya
  First published: