ત્રીજી વખત પ્રેગ્નન્સીની અફવા પર કરિના ભડકી, કહ્યું...
બોલિવૂડની બેબો એટલે કે કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) બી-ટાઉનની ટોપ સેલેબ્સમાંની એક છે, જે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને પણ એન્જોય કરે છે. તાજેતરમાં તે પોતાની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાઓના કારણે ચર્ચામાં આવી છે. આવા સમાચાર સામે આવ્યા પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટ કર્યું કે તે ત્રીજી વખત માતા નથી બનવાની. હવે બેબોએ આ મામલે ખુલીને વાત કરી છે.
બોલિવૂડની બેબો એટલે કે કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) બી-ટાઉનની ટોપ સેલેબ્સમાંની એક છે, જે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને પણ એન્જોય કરે છે. તાજેતરમાં તે પોતાની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાઓના કારણે ચર્ચામાં આવી છે. આવા સમાચાર સામે આવ્યા પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટ કર્યું કે તે ત્રીજી વખત માતા નથી બનવાની. હવે બેબોએ આ મામલે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું, સેલેબ્સ અને એક્ટ્રેસિસ બંને જ સામાન્ય લોકોની જેમ છે અને તેમને પણ પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાની અને પોતાની પસંદગી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.
કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan)સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે હંમેશાં કંઈના કંઈ પોસ્ટ કરતી રહે છે. તે ફિલ્ટરમાં વિશ્વાસ નથી રાખતી અને આ તેની પોસ્ટથી સ્પષ્ટ દેખાય આવે છે. તાજેતરમાં તેણે પોતાની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાઓ પર વાત કરી.
કરિનાએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, તે ફોટો મોર્ફ કરવામાં આવી હતી. મારું પેટ પ્રેગ્નન્સી જેવું દેખાતું હતું. હું ફોટો જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. હું 40 દિવસની લાંબી રજા પર હતી અને મને નહોતી ખબર કે મેં કેટલા પિત્ઝા ખાધા હશે. બસ આટલી વાત હતી. મારા વધેલા વજનના કારણે મેં મારી જાતને સમજાવી અને કહ્યું કે ચિલ ઈટ્સ ઓકે આપણે પણ મનુષ્ય છીએ.
‘શું હું મશીન છું? નિર્ણય મારા પર છોડી દો!’
મહિલાઓના વધતા વજનને પ્રેગ્નન્સી સમજી લેવા પર કરિનાએ રિએક્ટ કરતા રહ્યું, શું અર્થ છે તમારો કે તે પ્રેગ્નન્ટ છે? શું તેને એક બીજું બાળક થવાનું છે? તમને શું લાગે છે કે હું મશીન છું? મારે પ્રેગ્નન્ટ થવું છે કે નહીં તે ચોઈસ મારા ઉપર છોડી દો.
જીવન જીવવાનો અધિકાર તો અમને પણ તો છે
તેણે કહ્યું, તેથી મેં ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી. બેબોએ કહ્યું, મિત્રો અમે પણ માણસો છીએ, તમારા બધાની જેમ. તેથી અમને પણ રિયલ રાખો. આજના સમયમાં હું એક એવી એક્ટ્રેસિસ છું જે વાસ્તવમાં સૌથી ઈમાનદર રહી છું. મેં ગર્ભાવસ્થાના સૌથી મુશ્કેલ તબક્કામાં એટલે કે આઠ-નવ મહિનામાં કામ પૂરું કર્યું છે. હું તે છું જે કંઈ છુપાવતી નથી. બેબોએ કહ્યું કે, બધાને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર