Home /News /entertainment /

કરીના કપૂર ત્રીજી વખત પ્રેંગ્નેન્ટ? ઇન્સ્ટા પોસ્ટ શેર કરી- 'સૈફે પહેલાં દેશની વસ્તીમાં ઘણું યોગદાન આપી દીધુ છે'

કરીના કપૂર ત્રીજી વખત પ્રેંગ્નેન્ટ? ઇન્સ્ટા પોસ્ટ શેર કરી- 'સૈફે પહેલાં દેશની વસ્તીમાં ઘણું યોગદાન આપી દીધુ છે'

કરિના કપૂર ખાને લખી પોસ્ટ

Kareena Kapoor on Pregnancy Rumours: કરીના કપૂર ખાન હાલમાં ત્રીજી વખત ગર્ભવતિ છે એવી ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જે બાદ ખુદ કરીના કપૂર ખાને આ વિશે કમેન્ટ કરી છે. તેણે તેનાં સોશિલય મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર મજાકીયા અંદાજમાં એક સ્ટોરી શેર કરી છે જેમાં તેણે જમાવ્યું છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) ત્રીજી વખત મા બનવા જઇ રહી છે. આ સવાલ છેલ્લાં ઘણાં દિવસોથી સોશિયલ મીડિયા પર છે. પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan)તેનાં બંને બાળકો તૈમૂર અને જેહની સાથે લંડનમાં વેકેશન એન્જોય કરી રહી છે. જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં લોકોને તેનું બેબી બમ્પ નજર આવ્યું. પછી શું લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધુ છે કે કરીના કપૂર ત્રીજી વખત પ્રેગ્નેન્ટ છે. આ ખબર બાદ હાલમાં જ કરીના કપૂરે પોતે સત્ય સોશિયલ મીડિયા (Kareena Kapoor Khan on Pregnancy Rumours) પર શેર કર્યું છે.

    કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, જ્યારે સમાચાર આવ્યા કે કરીના ત્રીજી વખત ગર્ભવતી છે, ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ કરીનાની સાથે સૈફ, તૈમૂર અને જેહ વિશે ઘણા મીમ્સ વાયરલ કર્યા. હવે બેબોએ પોતે આ સમાચારો પર પ્રતિક્રિયા આપી છે અને તેની ઇન્સ્ટા સ્ટોરી પર સત્ય જણાવ્યું છે.

    આ પણ વાંચો- Rashami Desai Pics: ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં રશ્મિ દેસાઈનું બોલ્ડ ફોટોશૂટ વાયરલ

    મોડી રાત્રે તેણે ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું- 'તે પાસ્તા અને વાઈન છે મિત્રો... શાંત રહો... હું ગર્ભવતી નથી. ઉફ્ફ… સૈફ કહે છે કે તેણે દેશની વસ્તીમાં ઘણું યોગદાન આપ્યું છે. એન્જોય...' આની સાથે જ કરીનાએ હસતું ઇમોજી પણ પોસ્ટ કર્યું છે.



    કરીના કપૂરે પોતાની પ્રેગ્નન્સીના સમાચારના સસ્પેન્સને મજાકીયા અંદાજમાં રજૂ કરીને લોકોને સત્યથી વાકેફ કર્યા હતા. અભિનેત્રીની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે માતા બનવાની નથી અને જે સમાચાર ચાલી રહ્યા છે તે માત્ર અફવા છે.

    તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનને ચાર બાળકો છે. તેની પ્રથમ પત્ની અમૃતા સિંહ, સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન સાથે તેને વધુ બે બાળકો છે અને કરીના સાથેના લગ્ન પછી પણ તેને બે બાળકો છે, તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન. બેબોએ ગયા વર્ષે જ તેના બીજા પુત્રને જન્મ આપ્યો હતો. તેણે પ્રેગ્નન્સીમાં જ તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' માટે શૂટિંગ કર્યું હતું.

    આ પણ વાંચો-મહેશ બાબુ પછી અલ્લુ અર્જુને બોલિવૂડમાં ડેબ્યુ વિશે આપ્યું નિવેદન, કહ્યું- 'મારા માટે આ સરળ નથી પરંતુ...'

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના આમિર ખાનની સામે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. જે 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. તે જ સમયે, આ સાથે, તેણે તાજેતરમાં જ જાપાનીઝ નવલકથા, 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ' પર આધારિત સુજોય ઘોષની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jeh Ali Khan, Kareena kapoor, Kareena kapoor khan, Saif ali khan, Sara ali khan, Taimur ali khan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन