કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)અને તેની નજીકની મિત્ર અમૃતા અરોરા સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. કરીના કપૂર ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક નિવેદન શેર કર્યું, જેમાં તેણે સંપર્કમાં આવનાર દરેકને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહ્યું. તેણે લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ મેડિકલ પ્રોટોકોલને અનુસરીને મેં તરત જ મારી જાતને અલગ કરી દીધી. હું મારા સંપર્કમાં આવેલા લોકોને કોવિડ ટેસ્ટ કરાવવા અપીલ કરું છું.
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan Covid-19 Positive) એ આગળ લખ્યું, “મારા પરિવાર અને કર્મચારીઓને પણ રસીના બંને ડોઝ મળ્યા છે. તેઓ કોઈ લક્ષણો દર્શાવતા નથી. સદભાગ્યે, હું સારું અનુભવું છું અને આશા રાખું છું કે હું જલ્દી ઠીક થઈ જઈશ." તો, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કરીના પર કોરોના નિયમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે અને તેનું નિવાસસ્થાન સીલ કરી દેવામાં આવ્યું છે.
BMCએ કરીના હાઉસને સીલ કરી એક નિવેદનમાં જણાવ્યું કે, કરીના કપૂર ખાનનું ઘર સીલ કરી દેવામાં આવ્યું છે. તેણે હજુ સુધી યોગ્ય માહિતી આપી નથી પરંતુ અમારા અધિકારીઓએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, કેટલા લોકો તેમના સંપર્કમાં આવ્યા છે. BMCએ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે, “કરીના કપૂર ખાન અને અમૃતા અરોરાનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેએ કોવિડ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને ઘણી પાર્ટીઓમાં હાજરી આપી હતી.
RT-PCR ટેસ્ટ કરાવવાનો આદેશ
BMCએ બંને કલાકારોના સંપર્કમાં આવેલા લોકોને RT-PCR ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. કરીના અને અમૃતાએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કરીને તેમના મિત્રો સાથે પાર્ટી કરી હતી. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. પરંતુ, હવે બંનેના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા બાદ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે.
BMC હવે એ લોકો પર નજર રાખી રહી છે, તેમણે અભિનેત્રીઓ સાથે પાર્ટી કરી હતી કે, પછી કોઈ રીતે બંને અભિનેત્રીઓના સંપર્કમાં આવ્યા હતા. તાજેતરના દિવસોમાં કરીના તેની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. જેની તસવીરો પણ કરીનાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જો કે અભિનેત્રીઓ દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર