KAREENA KAPOORનાં ઇન્ડસ્ટ્રીમાં 21 વર્ષ પૂર્ણ કર્યા, VIDEO શેર કરી કહ્યું, આવનારા 21 વર્ષ માટે તૈયાર

કરીના કપૂર ખાનને ઇન્ડસ્ટ્રીમાં 21 વર્ષ પૂર્ણ

ફિલ્મી દુનિયામાં 21 વર્ષ પૂર્ણ કરવા પર કરીનાએ (Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને ભવિષ્યના પ્લાન અંગે જણાવ્યું છે.

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને(Kareena Kapoor Khan) ફિલ્મી દુનિયામાં 21 વર્ષ પૂર્ણ કર્યા છે. ફિલ્મ ‘રેફ્યૂજી’ (Refugee)થી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર બેબો આજે સફળ અભિનેત્રીઓમાંથી એક ગણવામાં આવે છે. રણધીર કપૂર(Randhir Kapoor) અને બબીતા (Babita)ની પુત્રી કરીના બે બાળકોની માતા છે. તેમ છતાં કરીનાનો જાદુ આજે પણ ફિલ્મી દુનિયામાં છવાયેલો છે. ફિલ્મી દુનિયામાં 21 વર્ષ પૂર્ણ કરવા પર કરીનાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને ભવિષ્યના પ્લાન અંગે જણાવ્યું છે.

આ પણ વાંચો- મંદિરા બેદીએ જ્યારે રાજ કૌશલ માટે ઘરવાળા સામે છેડી હતી જંગ, ફિલ્મી છે બંનેની LOVE STORY

કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો કરીનાની પહેલી ફિલ્મ ‘રેફ્યૂજી’ના કેટલાક સીનમાંથી બનાવવામાં આવ્યો છે. આ વિડીયોની મદદથી કરીનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે દાયકાની સફર અંગે જણાવ્યું છે. કરીનાએ વિડીયો શેર કરીને લખ્યું કે ‘21 વર્ષ. ગ્રેટફૂલ, હેપ્પી, મોટિવેટેડ પેશનેટ... આગળના 21 વર્ષ માટે પણ તૈયાર છું. આપના પ્રેમ અને સહયોગ માટે આભાર.’ આ પોસ્ટમાં કરીના કપૂરે જે.પી.દત્તા, અભિષેક બચ્ચન અને નિધિ દત્તાને ટેગ કર્યા છે.




કરીના કપૂરે આ વિડીયો શેર કરતા તેમના ફેન્સની સાથે સાથે તેમના મિત્રો અને પરિવારના લોકોએ પણ કરીના કપૂરને શુભકામનાઓ આપી છે. સૈફ અલી ખાનની બહેન સબા પટૌડીએ કમેન્ટ કરી કે ‘તમારા પર ખૂબ જ ગર્વ છે ભાભી’. નીતિ મોહને કમેન્ટ કરી છે ‘મને યાદ છે કે રેફ્યુજી ફિલ્મ પહેલા દિવસે પહેલા શોમાં જોઈ હતી’. અમૃતા અરોરા, મનીષ મલ્હોત્રાએ કરીનાની આ પોસ્ટ પર હાર્ટ ઈમોજી શેર કરીને કરીના પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો- TMKOC: જેઠાલાલની પાસે જ્યારે દોઢ વર્ષ સુધી ન હતું કામ, મનમાં આવતાં હતાં ખરાબ વિચારો

ફિલ્મ નિર્દેશક જે.પી.દત્તાની ફિલ્મ ‘રેફ્યૂજી’થી કરીના કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 30 જૂન 2000ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન તથા ફિલ્મમાં અનુપમ ખેર, સુનિલ શેટ્ટી અને જેકી શ્રોફે પણ અભિનય કર્યો છે. આ ફિલ્મના ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા જેને જાવેદ અખ્તરે લખ્યા હતા અને અનુ મલિકે મ્યુઝીક આપ્યું હતું.
First published: