કરીના કપૂર ખાન પહોંચી નાણાવટી હોસ્પિટલ, ફેન્સને થઇ 'બેબો'ની ચિંતા

PHOTO: @kareenakapoorkhan/Instagram

રણધીર કપૂર (Randhir Kapoor) કોરોના પોઝિટિવ આવ્યાં બાદ કરીના કપૂર ખાન (Kareena kapoor Khan)એ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તે નેગેટિવ આવી હતી. પણ હાલમાં બેબો અચાનક જ હોસ્પિટલ પહોંચી આ વીડિયો સામે આવતા જ ફેન્સને બેબોની ચિંતા સતાવી રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) બીજી વખત માતા બન્યા બાદથી ચર્ચામાં છે. તે તેની પ્રોફેસનલ લાઇફ જ નહીં પણ પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છે. કરીનાનાં પિતા અને રાજકપૂરનાં મોટા દીકરા રણધીર કપૂર (Randhir Kapoor) આ દિવસોમાં કોરોના સામે જંગ લડી રહ્યાં છે. તો આ વચ્ચે ખબર આવી છે કે આજે કરીના કપૂર ખાન મંબઇની નાણાવટી હોસ્પિટલ (Nanavati Super Speciality Hospital)માં પહોંચી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સને તેની અને તેનાં પિતાની ચિંતા સતાવી રહી છે.

    રણધીર કપૂર (Randhir Kapoor)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ કરીના કપૂર ખાન (Kareena kapoor Khan)એ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તે નેગેટિવ આવી હતી. પણ હાલમાં બેબો અચાનક જ હોસ્પિટલ પહોંચી આ વીડિયો સામે આવતા જ ફેન્સને બેબોની ચિંતા સતાવી રહી છે.

    જોકે, હાલમાં આ સ્પષ્ટ નથી કે કરીના કેમ હોસ્પિટલ ગઇ હતી. પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કરીનાની ગાડી નજર આવે છે. જોકે, ગાડીનાં કાચ કાળા હોવાને કારણે એક્ટ્રેસ નજર નથી આવતી. વીડિયો જોયા બાદ લોકો અંદાજો લગાવી રહ્યાં છે કે, બની શકે કે તેણે વેક્સીન લગાવી હોય કે પછી સામાન્ય મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચી હોય.




    આપને જણાવી દઇએ કે, દિગ્ગજ એક્ટર રણધીર કપૂર (Randhir Kapoor) મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે. ICUમાં કેટલાંક દિવસ વિતાવ્યાં બાદ તેઓ સારુ અનુભવી રહ્યાં છે. તેમને જલ્દી જ રજા મળે તેવી આશા છે. તેમણે કહ્યું હતું કે, 'હું ઠીક થઇ રહ્યો છું. અને જલદી જ ઘરે પરત આવીશ.' તેણે વધુમાં કહ્યું કે, હોસ્પિટલમાં રહેવા દરમિાયન તેમને ઓક્સિજનની જરૂર નહોતી પડી.. તે કહે છે કે, મારો શ્વાસ નહોતો રુંધાયો.. મને ફક્ત તાવ આવતો હતો..
    Published by:Margi Pandya
    First published: