નાનકડાં દીકરા પરથી હટતી નથી કરીનાની નજર, Share કરી સુંદર તસવીર

કરીના કપૂર ખાન

ત્યારે કરીનાએ તેનાં નાનકડા દીકરા માટે એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં કરીનાએ સેલ્ફી લીધી છે અને તે એકલી જ નજર આવે છે. પણ તેણે આ તસવીરની કેપ્શનમાં જે લખ્યું છે તે તેનાં નાનકડા દીકરા માટે છે. તેણે લખ્યું છે, 'હું તને જોતા રહેવાનું બંધ નથી કરી શકતી.' આ સાથે જ કરીનાએ બેબી અને હાર્ટ વાળી ઇમોજી શેર કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલમાં બીજી વખત મા બનવા જઇ રહી છે. તે તેનાં માતૃત્વનો આ સમય ખુબજ એન્જોય કરી રહી છે. ડિલીવરી બાદ કરીના તેનાં સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ થઇ ગઇ છે. જોકે હજુ સુધી ન્યૂબોર્ન બેબીનાં નામ અને તેની ઝલક જોવા માટે લોકો આતુર છે.

  ત્યારે કરીનાએ તેનાં નાનકડા દીકરા માટે એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં કરીનાએ સેલ્ફી લીધી છે અને તે એકલી જ નજર આવે છે. પણ તેણે આ તસવીરની કેપ્શનમાં જે લખ્યું છે તે તેનાં નાનકડા દીકરા માટે છે. તેણે લખ્યું છે, 'હું તને જોતા રહેવાનું બંધ નથી કરી શકતી.' આ સાથે જ કરીનાએ બેબી અને હાર્ટ વાળી ઇમોજી શેર કરી છે.

  આપને જણાવી દઇએ કે, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનાં ઘરે બીજા મહેમાનનું આગમન 21 ફેબ્રુઆરીનાં થયું હતું. આ થસવીર સામે આવ્યા બાદ ફેન્સ હવે ન્યૂ બોર્ન બેબીની ઝલક જોવા માટે આતુર છે. અને તેઓ કરીનાને કમેન્ટ સેક્શનમાં કહી પણ રહ્યાં છે કે હવે તેની તસવીર અને નામ જણાવે.  આ પહેલાં કરીના કપૂર ખાનનાં બીજા બાળકને મળવાં તેનાં નિકટનાં લોકો આવ્યા હતાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. આ તસવીરોમાં મલાઇકા અરોરા, અર્જુન કપૂર, મનિષ મલ્હોત્રા, અમૃતા અરોરા, સારા અલી ખાન જેવાં અનેક એક્ટર્સ શામેલ છે.
  Published by:Margi Pandya
  First published: