સીતાની ભૂમિકા માટે 12 કરોડ માંગવા બાબતે કરીના કપૂર ખાન થઈ ટ્રોલ, હવે કહ્યું 'સન્માન ઇચ્છું છું'

કરીના કપૂરે સીતામાતાના રોલ માટે કરી અધધ રૂપિયાની માંગ.

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે (Karina Kapoor) એક ફિલ્મમાં દેવી સીતાની ( Sita) ભૂમિકા ભજવવા માટે 12 કરોડ રૂપિયાની મસમોટી ફીની માંગ કરી હોવાની વાત સામે આવતા આ બાબત ચર્ચાનો વિષય બની હતી.

  • Share this:
મુંબઈ:  બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે (Karina Kapoor) એક ફિલ્મમાં દેવી સીતાની ( Sita) ભૂમિકા ભજવવા માટે 12 કરોડ રૂપિયાની મસમોટી ફીની માંગ કરી હોવાની વાત સામે આવતા આ બાબત ચર્ચાનો વિષય બની હતી. આ મુદ્દે ઘણી કોમેન્ટ કરવામાં આવી હતી અને હવે આખરે કરીના કપૂરે પોતે પહેલી વાર આ મુદ્દે મૌન તોડ્યું છે.

કરીના કપૂર ખાન કહે છે કે, થોડાં વર્ષો પહેલાં ફિલ્મોમાં હીરો અને હીરોઇનને સમાન ફી આપવાની વાત કોઈ નહોતું કરતું. હવે ઘણા લોકો આ મુદ્દા વિશે ખુલ્લેઆમ વાત કરે છે. કરીનાએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે શું ઇચ્છે છે. તેણે કહ્યું કે, આ ફક્ત તેની ડિમાન્ડની વાત નથી. પરંતુ મહિલાઓને આદરપૂર્વક જોવાની બાબત છે. હવે વસ્તુઓ બદલાવા લાગી છે.

ઉલ્લેખનીય છે કે, કરીનાએ આ પહેલા ઇન્ટરવ્યૂમાં આ વિવાદ પર સવાલો ટાળ્યા હતા. કરીનાને સીતાની ભૂમિકા ભજવવા માટે તેની ફી વધારવાના આરોપસર ટ્રોલ કરવામાં આવી હતી.

કરીના કહે છે કે, ફિલ્મ ઉદ્યોગમાં સમાન વેતન માટે મહિલા કલાકારોનું અવાજ ઉઠાવવું સામાન્ય હોવું જોઈએ. કારણ કે પગારની સમાનતા મહિલાઓ માટે આદર સૂચવે છે. કરીનાએ ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે ખુશ છે કે વધુ મહિલા કલાકારોએ બોલિવૂડમાં આ બાબત ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે પોતાની યોગ્યતાથી વાકેફ છે.


અગાઉ NDTVને આપેલા ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, કરીના કપૂર ખાન માટે ભવિષ્ય શું છે? આ વર્ષના અંતમાં આમિર ખાન સાથે તમારી ફિલ્મ આવે છે. તમને રૂ. 12 કરોડ મળી રહ્યા હોવાની અને તમે રૂ. 12 કરોડ માંગ્યા હોવાની ચર્ચા હતી તેમજ અન્ય અભિનેત્રીઓ તમારા સમર્થનમાં બહાર આવી હતી. પરંતુ મને લાગે છે કે, તે ફેક ન્યુઝ હતા. કરીનાએ આ બાબતનો સીધો જવાબ આપ્યો ન હતો. તેણે માથું હલાવી હા, હા... કર્યું હતું.

આ પણ વાંચો: ગોવિંદાને પત્ની સુનિતાએ લિપસ્ટિકના કલર બાબતે બધા વચ્ચે કહ્યું, 'કિસ કરીને જાણી લે...'

ઉલ્લેખનીય છે કે, મહિલા કલાકારો સાથે જોડાયેલી વર્ષો જૂની રૂઢિચુસ્તતાને તોડી હોવાનું કરીના કહે છે. મહિલા કલાકારોએ લગ્ન પછી તેમની કારકિર્દીને અલવિદા કહેવું પડતું હોય છે. પરંતુ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કરનારી કરીનાએ માત્ર કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આ બાબતે કરીના કહે છે કે, જ્યારે મેં સૈફ સાથે લગ્ન કર્યા ત્યારે ઘણા લોકોએ મને કહ્યું હતું કે મારી કારકિર્દી સમાપ્ત થઈ જશે. કારણ કે, કોઈ નિર્માતા પરિણીત અભિનેત્રી સાથે કામ કરવા માંગતો નથી. તે સમયે બોલિવૂડની અન્ય કોઈ અભિનેત્રીએ લગ્ન કર્યા ન હતા. પરંતુ મેં વિચાર્યુ કે ઠીક છે, જો તેનાથી મારી કારકિર્દીનો અંત આવે તો વાંધો નહીં. તે મારું ભાગ્ય છે. હું જેની સાથે પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરતા અટકીશ નહીં.
Published by:kuldipsinh barot
First published: