Home /News /entertainment /So Cute! કરીનાના દીકરા જેહે થાળીમાં લાડુ જોતાની સાથે લઇને મોઢામાં મૂકી દીધો અને...

So Cute! કરીનાના દીકરા જેહે થાળીમાં લાડુ જોતાની સાથે લઇને મોઢામાં મૂકી દીધો અને...

દીકરા સાથે કરીના.

કરીના કપૂર અને જેહ સુપર કુલ અંદાજમાં જોવા મળ્યા હતા. જો કે આ તસવીરમાં તમે જેહને જોઇ શકો છો બાપ્પાના પ્રસાદની મજા માણી રહ્યો છે અને આ અંદાજ કંઇક અલગ જ લાગી રહ્યો છે.

    મુંબઇ: કરીના કપૂર સુપર કુલ મોમ્સમાંથી એક છે. કંઇક કંઇ રીતે કરીના અને એનો પરિવાર સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે. કરીનાના બાળકોની વાત કરીએ તો સુપર ક્યૂટ છે. મોટાભાગે કરીના તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાનની સાથે તસવીરો શેર કરતી હોય છે. જો કે કરીનાએ હાલમાં જ લેટેસ્ટ તસવીર જેહની સાથે શેર કરી છે. આ તસવીરોમાં જેહ પોતાની મસ્તીમાં મસ્ત રીતે જોવા મળી રહ્યો છે. કરીના એના દિકરા જેહ સાથે બાપ્પાના દર્શન માટે બહાર ગઇ હતી. કરીના આમ પણ એના દિકરા સાથે સૌથી વધુ ક્વોલિટી ટાઇમ પસાર કરે છે. કરીનાના બન્ને દિકરાની વાત કરીએ તો એ સુપર સ્માર્ટમાંના એક છે. અનેક વાર કરિનાના દિકરાઓની તસવીર સોશિયલ મિડીયા પર ખૂબ જ છવાયેલા રહેતા હોય છે.

    લુકની વાત કરીએ તો કરીનાએ મલ્ટીકલરના આઉટફિટમાં જોવા મળી હતી જ્યારે જેહ બ્લેક ટી શર્ટ અને ઓફ વ્હાઇટ ડંગરીમાં સુપર ક્યૂટ લાગતો હતો. જો કે જંહાગીરે બધાનું ધ્યાન એની તરફ ખેંચી લીધું હતું. જેહની આ ક્યૂટનેસ પર અનેક લોકો ફિદા થઇ ગયા હતા.

    જેહે પ્રસાદની મજા માણી


    જેહ કરીનાના ખોળામાં બેઠો છે અને ગણપતિ બાપ્પાના પ્રસાદ સામે જોઇ રહ્યો હતો. જો કે જેહની જોવાની સ્ટાઇલ સુપર ક્યૂટ છે. આમાં જેહને તમે જોઇ શકો છો કે એ કેવી રીતે બાપ્પાના પ્રસાદ સામે નજર કરી રહ્યો છે. જો કે કરીના કોઇને કોઇ રીતે પહેલાથી જ સોશિયલ મિડીયા સાથે કનેક્ટ રહેતી હોય છે.

    જેહની ક્યૂટનેસ પર લોકો થયા ફિદા


    જો કે જેહે થાળીમાંથી પ્રસાદ લઇ લીધો અને એ પ્રસાદને ખાવાની મજા માણી રહ્યો છે. આ ક્યૂટનેસ પર અનેક લોકો ફિદા થઇ ગયા છે. આ સુપર ક્યૂટ તસવીર શેર કરતા કરીનાએ લખ્યુ છે કે..પરિવારને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, જેહના એક્સપ્રેશન્સ ઘણાં મનમોહક છે. માશા અલ્લાહ...

    Devotion Of Suspect Xમાં જોવા મળશે કરીના


    ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ડા ફિલ્મ થોડા સમય પહેલા જ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં આમિર ખાન, મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ જોવા મળ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ ચાલી હતી નહિં. આમ, કરીનાના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો કરીના સુજોય ઘોષના વેબ શો Devotion Of Suspect X માં જોવા મળશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Kareena kapoor, Kareena kapoor instagram, બોલિવૂડ

    विज्ञापन
    विज्ञापन