કરીના કપૂરને મળવા પહોંચી મા બબીતા અને બહેન કરિશ્મા, જલ્દી જ આપશે GOOD NEWS

કરિનાનો ડિલિવરીનો સમય હવે નિકટ છે

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની ડિલિવરીનો ટાઇમ હવે નજીક આવી ગયો છે. ગમે તે સમયે તેની ડિલીવરી માટે હોસ્પિટલાઇઝ કરવામાં આવી શકે છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલીખાન (Saif Ali Khan)નાં ઘરે જલ્દી જ બીજા બાળકનું આગમન થઇ શકે છે. તે હવે ગમે ત્યારે તેનાં બીજા બાળકને જન્મ આફી શકે છે. કરીનાની ડિલીવરીનો સમય નજીક છે. તેથી આખો કપૂર પરિવાર કરીનાનાં ઘરે ભેગો થઇ રહ્યો છે. હાલમાં કરીનાને મળવાં તેનાં ઘરે માતા બબીતા (Babita) અને બહેન કરિશ્મા કપૂર (Karishma Kapoor) પહોંચી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

  કરીના કપૂર ખાન (Kareena kapoor Khan)ની ડિલિવરીનો ટાઇમ હવે નજીક આવી ગયો છે. ખબર છે કે, ગમે તે સમયે ડિલીવરી થઇ શકે છે. ગમે ત્યારે તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવી શકે છે. તેવામાં કરિશ્મા અને માતા બબિતા કરિનાનાં ઘરે આવી ગયા છે. પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભયાનીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ વાતની માહિતી આપી છે.
  આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે, કરિશ્માએ બ્લેક આઉટફિટ પહેરેલાં છે અને તે માતા બબીતાનો હાથ પકડીને તેને લઇ જાય છે. બંનેનાં ચહેરા પર માસ્ક લાગેલું છે.

  આપને જણાવી દઇએ કે, કરીનાનાં પિતા રણધીર કપૂરે થોડા દિવસો પહેલાં જ કરીનાની ડિલીવરી ડેટ અંગે વાત કરતાં કહ્યું હતું કે, તેની 15 ફેબ્રુઆરીની આસપાસ ડિલીવરી થઇ શકે છે. તેમણે એક ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, મને લાગે છે કે, આ વખતે હું પહેલાં કરતાં વધુ તૈયાર છું અને વિશ્વાસથી ભરેલી છું. તૈમૂરનાં સમયે હું ઘણી નર્વસ હતી. પણ આ વખતે હું ઘણી રિલેક્સ છું. તો સતત શૂટિંગને કારણે કરીનાએ ક્હયું હતું કે, શું પ્રેગ્નેન્ટ મહિલાઓ કામ નથી કરી શકતી? મે પ્રેગ્નેન્સીમાં પણ કામ કર્યું છે. અને ડિલીવરી બાદ પણ કામ કરીશ. હું તો ઇચ્છુ છુ કે, પ્રેગનેન્સીમાં એક્ટિવ રહેવાથી બાળકની હેલ્થ સારી રહે છે.
  Published by:Margi Pandya
  First published: