કરીના કપૂર આવનારા બાળક માટે સજાવી રહી છે ઘર, શેર કરી એક ઝલક

કરીના કપૂર આવનારા બાળક માટે સજાવી રહી છે ઘર, શેર કરી એક ઝલક
સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન

કરીના કપૂર (Kareena Kapoor)એ તેનાં સોશિયલ મીડિયા પેજ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે તેનાં આવનારા બેબી (Baby) માટે ઘર સજાવતી નજર આવી રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર (Kareena Kapoor) હાલમાં તેનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. તે આ દરમિયાન તેનાં કામ પર ધ્યાન આપવાની સાથે તેનાં આવનારા બાળખ માટે પણ ખુબ બધી તૈયારીઓ શરૂ કરી રહી છે. તેણે ગત દિવસોમાં તેનાં ચેટ શો પર ઘણાં સેલિબ્રિટીઝ સાથે વાતચીત કરતી નજર આવી રહી હતી. તે ઉપરાંત તેણે સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સની સાથે પર્સનલ તસવીરો અને વીડિયો શેર કર્યા હતાં. જેમાં તેણે ફેન્સને એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તે તેનાં નાના મેહમાન માટે ઘર સજાવી રહી છે.

  કરિના કપૂર ખાને શેર કરેલી તસવીર
  કરીના કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તે આવનારા બાળક માટે ઘર સજાવી રહી છે. કરીનાએ એક તસવીર શેર કરી છે. જેમાં તે એક ડિઝાઇનરની સાથે નજર આવી રહી છે. બંને ઘણાં આઇડિયા ડિસ્કસ કરતાં નજર આવી રહ્યાં છે. જેમાં કરીના કોઇ તરફ ઇશારો કરી રીહ છે ફોટોમાં કરિનાએ બ્લેક ડ્રેસ પહેરેલો છે. તેનું બેબી બમ્પ નજર આવી રહ્યું છે. બંને આઇડિયા ડિસ્કસ કરતાં નજર આવી રહ્યાં છે. ફોટોમાં કરિના ઘણી જ ક્યૂટ લાગી રહી છે તેનાં ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો અને બેબી બમ્પ નજર આવી રહ્યું છે.  આ તસવીરને શેર કરતાં કરીના કપૂરે લખ્યું છે કે, 'અમારા ફેવરેટ ડિઝાઇનરની સાથે પરત.. સપનાનું ઘર..' આપને જણાવી દઇએ કે, કરીના કપૂરે તૈમૂર માટે આ જ ડિઝાઇનરની સાથે તેનું ઘર સજાવ્યું હતું. કરીના કપૂર પ્રેગ્નેન્સી માટે સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ છે. અને તેનાં ફેન્સની સાથે સાથે નવી દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે.
  Published by:Margi Pandya
  First published:January 03, 2021, 12:58 pm

  ટૉપ ન્યૂઝ