Kareena Kapoor Birthday: ‘બેબો’એ આ રીતે 41મો બર્થડે બનાવ્યો ખાસ, સૈફ સાથે લીધી રોમેન્ટિક સેલ્ફી

કરિના કપૂર અને સેફ અલી ખાન

‘બેબો’ કરીના કપૂર પોતાના બર્થડે પર પરિવાર સાથે બીચ વેકેશન માણી રહી છે. બહેન કરિશ્મા સહિત આ કલાકારોએ કરીના કપૂરને બર્થડે વિશ કર્યું છે.

  • Share this:
    ‘બેબો’ કરીના કપૂર પોતાના બર્થડે પર પરિવાર સાથે બીચ વેકેશન માણી રહી છે. બહેન કરિશ્મા સહિત આ કલાકારોએ કરીના કપૂરને બર્થડે વિશ કર્યું છે.

    ગોર્જિયસ અને વર્સેટાઈલ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજે પોતાનો ૪૧મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રીએ પતિ સૈફ અલી ખાન સાથેનો એક રોમેન્ટિક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. કરીના અને સૈફ પોતાના દીકરા તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાન સાથે હાલ બીચ વેકેશન માણી રહી છે અને ત્યાંના ફોટોઝ પોસ્ટ કરીને ચાહકોને લુભાવી રહી છે. ચાંદની રાતનો એક ફોટો પોસ્ટ કરીને કરીનાએ લખ્યું છે કે, ‘ઉફ્ફ ક્યા રાત આઈ હૈ’.

    છેલ્લા 20 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી કરીના કપૂરને અક્ષય કુમાર, મલાઈકા અરોરા, કૃતિ સેનન, કરણ જોહર, જેકલીન ફર્નાન્ડીઝ, કુણાલ ખેમુ, કિયારા અડવાણી, કાજોલ વગેરે કલાકારોએ બર્થડે વિશ કર્યું છે.

    તો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કરીના સાથેના ફોટો અવારનવાર પોસ્ટ કરતી રહેતી બહેન કરિશ્મા કપૂરે કરીના માટે સ્પેશ્યલ બર્થડે પોસ્ટ કરી હતી. તેણે બાળપણનો ફોટો શેર કરીને લખ્યું છે કે, ‘હું હંમેશા તારી પડખે રહીશ. દુનિયાની શ્રેષ્ઠ બહેનને હેપ્પી બર્થડે... મારી લાઈફલાઈન. તને સૌથી વધુ પ્રેમ કરું છું.’

    છેલ્લે ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેઝી મિડીયમ’માં જોવા મળેલી કરીના કપૂર હવે આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’ નામની ફિલ્મમાં જોવા મળશે
    Published by:kiran mehta
    First published: