કરીના કપૂર અને સૈફ અલી ખાનનાં ઘરે પધાર્યા ગજાનન મહારાજ, તૈમૂરે કરી પૂજા, PHOTOS

Photo- Instagram/KareenaKapoorKhan

Ganesh Chaturthi 2021: ગણેશ ચતુર્થીનાં અવસરે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)નાં ઘરે બાપ્પા પધાર્યાં છે. એવામાં એક્ટ્રેસે પરિવારની સાથે પૂજા કરતી તસવીર શેર કરી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આખા દેશમાં આજે ધામધૂમથી ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2021) ઉજવવામાં આવે છે, તો બોલિવૂડનાં તમામ સ્ટાર્સ પણ ગણેશજીને ઘરે લાવી આ તહેવાર મનાવી રહ્યાં છે. એવામાં આ વર્ષે ગણેશ પૂજાની તક કરીના કપૂર (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ને મળી છે. ખુદ કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે જેમાં તે સૈફ અલી ખાન અને દીકરા તૈમુર અલી ખાન (Taimur Ali Khan) સાથે પ્રભુની આરતી કરતી નજર આવે છે.

    આ પણ વાંચો-સિદ્ધાર્થનાં ગયા બાદ શહનાઝ ગિલ ગ્લુકોઝ પર છે? લોકોએ પુછ્યાં સવાલ તો ડ્રેસ ડિઝાઇનરે જણાવ્યું સત્ય

    આ તસવીરમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને નાનકડો તૈમૂર ગણેશજીની પૂજા કરતો નજર આવે છે. ગણેશજી ની મૂર્તિની સામે કરીના, સૈફ અને તૈમૂર હાથ જોડીને પ્રાર્થના કરતાં નજર આવે છે. તસવીરમાં સૈફ અને તૈમૂર સફેદ રંગનાં કુરતા પાયજામામાં નજર આવે છે તો કરીના કપૂર નાઇટ ડ્રેસમાં નજર આવી રહી છે. સાથે જ કરીનાએ તસવીર શેર કરતાં લખ્યું છે કે, 'મારા જીવનનાં સૌથી ખાસ લોકોની સાથે ગણેશ ચતુર્થી ઉજવી રહી છું. અને ટિમ ટિમનાં માટીનાં નાનકડાં ગણપતિ ખુબજ ક્યુટ છે. હેપી ગણેશ ચતુર્થી.'

    Photo- Instagram/KareenaKapoorKhan


    કરીના કપૂરે તૈમૂર દ્વારા તૈયાર કરવામાં આવેલી માટીનાં ગણપતિની તસવીરો પણ શેર કરી છે. જે ઘણી જ ક્યુટ છે. ખુબજ નાના ગણેશજી તેને બનાવ્યાં છે. આ તસવરીમાં લોકો કમેન્ટ કરી તેમને ગણેશ ચતુર્થીનાં વધામણા આપી રહ્યાં છે. અને સાથે જ તેમનાં વખાણ પણ કરી રહ્યાં છે. જોકે આ તસવીરોમાં નાનકડો જેહ નજર નથી આવતો તેથી લોકો કરીનાને કમેન્ટ સેક્શનમાં જેહ અંગે પણ પુછી રહ્યાં છે.

    Photo- Instagram/KareenaKapoorKhan


    આપને જણાવી દઇએ કે, કરીના કપૂર, સૈફ અલી ખાન, સલમાન ખાન, શિલ્પા શેટ્ટી, રિતેશ દેશમુખ સહિત ઘણાં સ્ટાર્સનાં ઘરે ગણેશ પૂજા ધામધૂમથી થાય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂર છેલ્લે ઇંગ્લિશ મીડિયમમાં નજર આવી હતી. કરીનાની અપકમિંગ ફિલ્મ આમિર ખાનની સાથે છે જેનું નામ 'લાલ સિંહ ચડ્ઢા' છે. જેનો ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. સૈફ અલી ખાનનાં અપકમિંગ પ્રોજેક્ટ પર વાત કરીએ તો તે, આદિપુરુષ અને ભૂત પોલીસમાં જનર આવશે. આજે જ ભૂત પોલીસ રિલીઝ (Bhoot Police Released) થઇ છે.

    આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:Margi Pandya
    First published: