કરીના-દીપિકાનાં સ્ટાઇલિસ્ટે SEX ચેન્જ કરાવ્યું, સ્વપ્નિલ શિંદે માંથી બન્યો સાયશા

કરીના-દીપિકાનાં સ્ટાઇલિસ્ટે SEX ચેન્જ કરાવ્યું, સ્વપ્નિલ શિંદે માંથી બન્યો સાયશા
@officialswapnilshinde/Instagram

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર, કેટરીના કૈફ, કિયારા અડવાણી, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા જેવાં મોટા મોટા સ્ટાર્સનાં સ્ટાઇલિસ્ટ અને પ્રખ્યાત ડિઝાઇનર સ્વપ્નિલ શિંદે (Swapnil Shinde) હવે પુરુષથી મહિલા બની ગયો છે. અને પોતાને ટ્રાન્સવુમન જાહેર કરી દીધી છે. એટલું જ નહીં તેણે તેનું નામ પણ બદલી નાખ્યું છે. હવે લોકોએ તેને સ્વપનિલ નહીં પણ સાયશા શિંદે (Saisha Shinde) કહીને બોલાવવાની રહેશે તેણે આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને કર્યો છે. આ ફોટોમાં તે એક યુવતીનાં રૂપમાં નજર આવી રહ્યો છે.

  સોશિયલ મીડિયા (Social Media) પર તેનાં ટ્રાન્સવુમન હોવાની જાહેરાત કરતાં સાયશા શિંદે (Saisha Shinde)એ તેની ઇમોશનલ કહાની પણ શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 'સાયશા' નામ રાખવાં પાછળનું કારણ એ જ છે કે તેનો અર્થ થાય છે 'એક સાર્થક જીવન'. તેણે કહ્યું કે, મારો પ્લાન પણ મારી લાઇફને સાર્થક બનાવવાનો છે. આ નોટમાં તેણે જણાવ્યું કે, તેને તેની લૈંગિકતા મામલે ઘણી વખત ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે.

  ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીર શેર કરવાની સાથે જ સાયશાએ એક નોટ શેર કરી છે જમાં તેણે લખ્યું છે કે, 'સ્કૂલ અને કોલેજનાં દિવસોમાં તમામ છોકરાઓ મારાથી દૂર રહેતા હતાં. તેઓ મને તેમનાંથી દૂર કરી દેતા હતાં, કારણ કે હું અલગ હતી પણ મારી અંદરનો દર્દ આનાંથી ઘણો વધુ હતો. હું એક એવાં સત્યને જીવતી હતી, જે મારો ન હતો. મને ગુંગળામણ થતી હતી. એક એવું જીવન મને દરરોજ જીવવું પડતું હતું, જેમાં સામાજિક અપેક્ષાઓ અને માનદંડોને નિભાવવું પડતું હતું. તે એનઆઇએફટીમાં મારા શરૂઆતનાં દિવસો હતાં. ઉંમરનાં 20માં પડાવ પર મને મારી સત્યતા સ્વીકાર કરવાનું સાહસ મળ્યું અને હું સાચેમાં ખીલી ઉઠી.'
  તે આગળ લખે છએ કે, મે મારા ઘણાં વર્ષ પોતાને ગે માનીને વિતાવ્યાં, કારણ કે હું પુરુષો પ્રત્યે આકર્ષિત હતી. પણ આજથી 6 વર્ષ પહેલાં મને પોતાને માલૂમ થયું કે, હું ગે નથી. ટ્રાન્સવુમન છું. ત્યારે મે પોતે આ સત્યતને સ્વીકાર્યું હતું. હવે આપ સૌને આ જણાવવાં ઇચ્છું છું કે, હું ગે મેન નથી હું એક ટ્રાન્સ વુમન છું.
  Published by:Margi Pandya
  First published:January 07, 2021, 10:00 am