કરણવીર બોહરા (Karanvir Bohra)એ લખ્યું, 'કેટલાં દુખની વાત છે, અમે અહીં 5 સ્ટાર અપીયરન્સ આપવાં આવ્યાં છીએ? અમે અહીં એક એવી માતાને મળવાં આવ્યાં છીએ જેણે તેનો દીકરો ગુમાવ્યો છે.'
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફેમસ એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નાં નિધનની ખબર સામે આવતા જ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં લોકો તેનાં ઘરે પહોચવાં લાગ્યા. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીનાં તમામ સેલિબ્રિટીઝ દિવગંત એક્ટરનાં ઘરે પહોચ્યાં અને સિદ્ધાર્થની માતાને મળી સાંત્વના આપી. હજુ પણ સેલિબ્રિટીઝનું સિદ્ધાર્થનાં ઘરે આવવું ચાલુ છે. ટીવીનાં ફેમસ એક્ટર કરનવીર બોહરા (Karanvir Bohra) પણ પહોચ્યો તે સિયાઝ કારમાંથી ઉતર્યો એક પ્રેસ ફોટોગ્રાફ તેનાં હેસિયત પર વાત કરી. આ વાતનો એક વીડિયો કરણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લોકોની માનસિકતા પર દુખ વ્યક્ત કરી જે તે વ્યક્તિની ક્લાસ લગાવી હતી.
કરનવીર બોહરાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેપ્શનમાં તેણે નારાજગી જતાવી છે. એક્ટરે લખ્યું છે, 'સિયાઝ ગાડીમાં આવે છે ગરીબ લાગે છે.' આ શબ્દ વીડિયોમાં સંભળાય છે. માનવામાં આવે છે કે, સેલિબ્રિટીઝની તસવીરો ખેચવાં આવેલાં કોઇ ફોટોગ્રાફરનો અવાજ છે. આ ઉપરાંત કરને લખ્યું છે કે, 'કેટલાં દુખની વાત છે, શું અમે અહીં 5 સ્ટાર અપીયરન્સ આપવાં આવ્યાં છીએ? અમે અહીં એક એવી માતાને મળવાં આવ્યાં છીએ જેણે તેનો દીકરો ગુમાવ્યો છે. અને આવાં દુખનાં સમયમાં કેટલાંક પ્રેસવાળા આવી વાત પણ નોટિસ કરે છે? આ પ્રકારની વાતથી પ્રેસવાળાનું નામ બદનામ થાય છે. '
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કરણવીર બોહરા તેની વાઇફ ટીજે સિદ્ધૂની સાથે દિવગંત એક્ટર સિદ્ધાર્થ શુક્લાનાં અપાર્ટમેન્ટ નીચે ઉભો છે. તે હાજર પોલીસવાળા સાથે વાત કરતાં નજર આવે છે.
40 વર્ષનાં ફેમસ એક્ટર સિદ્ધાર્થ શુક્લાની અચાનક મોત થઇ ગયુ છે. સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) આપણી વચ્ચે નથી. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે. પણ સત્ય આ જ છે કે, હવે શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની સાથે સિદ્ધાર્થની જોડી તુટી ગઇ છે. સોશિયલ મીડિયા (Social Media) પર હવે સિડનાઝનાં સુંદર પલ વાયરલ થઇ રહ્યાં છે. જે જોઇને ફેન્સની આંખોમાં આંસુ રોકાઇ નથી રહ્યાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર