જ્યારે આ હિરોએ મલાઇકા અરોરાને કહી દીધી 'બહેન જી'

News18 Gujarati
Updated: July 29, 2019, 11:08 AM IST
જ્યારે આ હિરોએ મલાઇકા અરોરાને કહી દીધી 'બહેન જી'
મલાઇકા અરોરા

આમ તો DID શો કરિના કપૂર ખાન જજ કરી રહી છે પણ તેની ગેરહાજરીમાં મલાઇકાએ શોમાં તેની જગ્યા લીધી છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક:  મલાઇકા અરોરા હાલમાં 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' શોમાં જજ તરીકે આવી છે. આમ તો કરિના આ શોની જજ છે પણ તેની ગેરહાજરીમાં મલાઇકાએ શોમાં તેની જગ્યા લીધી છે

સ્મોલ સ્ક્રિન પર પોપ્યુલર શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'માં હટકે ડાન્સને કારણે ચર્ચામાં તો રહે જ છે. સાથે જ શો પર થનારી મસ્તી પણ ચર્ચામાં હોય છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શોનો હોસ્ટ કરન વાહી જજ મલાઇકાને બહનજી કહેતો નજર આવે છે.

અને મલાઇકા આ સાંભળીને ચૌકી જાય છે. મલાઇકાને કોઇ 'બહેનજી' કેવી રીતે કહી શકે... ખરેકરમાં આ શો પર મલાઇકાને કહે છે કે, તે તેને કંઇક આપવાં ઇચ્છે છે... કરન મલાઇકાથી પરવાનગી માંગે છે, શું તે નજીક આવીને તેને તે વસ્તુ આપી શકે છે? જેમ મલાઇકા હા કહે છે તે તુરંત તેની નજીક પહોંચી જાય છે. અને તેનાં હાથ પર એક કિસ કરી મલાઇકાનાં હાથમાં મુકી દે છે. આમ કરતાં કહે છે... 'મના મત કરના બહેનજી' કરનનાં મોઢે બહેનજી સાંભળીને મલાઇકા સમજીનથી શકતી કે તેને શું જવાબ આપે. તે ચોકી જાય છે.

મલાઇકાને આમ જોઇને તે સમજાવે છે કે, જેમ લગ્નમાં આંટીઓ શગુન આપીને કહે છે ને કે, 'ના ન પાડતા..', 'રાખી લો.. શગુન છે' તેમ હું તમને કહી રહ્યો છું. તે બાદ કરન કહે છે કે, આ કિસ સૈફની બેગમ એટલે કે કરિના સુધી પહોંચતી કરી દેજો. હવે કરને ગિફ્ટ તો મલાઇકા માટે કહી હતી પણ તેણે અંતે તે કરિનાને મોકલી દીધી. એટલે કે મલાઇકાને કોઇ ગિફ્ટ તો ન મળી પણ સાથે જ 'બહેનજી' સાંભળવાં મળ્યું.
First published: July 29, 2019
વધુ વાંચો
अगली ख़बर