Home /News /entertainment /બિપાશા બાસુની પ્રેગ્નન્સી પછી પોતાની જાતને આ રીતે બદલી રહ્યો છે કરણ સિંહ ગ્રોવર, શેર કરી પોસ્ટ
બિપાશા બાસુની પ્રેગ્નન્સી પછી પોતાની જાતને આ રીતે બદલી રહ્યો છે કરણ સિંહ ગ્રોવર, શેર કરી પોસ્ટ
કરણ સિંહે પત્ની સાથે ફોટો શેર કર્યા.
બી ટાઉનના ક્યુટ કપલ્સમાંના એક બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની મુલાકાત વર્ષ 2015માં થઈ હતી. બંનેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને બંને એક વર્ષ પછી લગ્ન કરી લીધા. બંનેએ વર્ષ 2016માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન પછી હંમેશાં તેમની પ્રેગ્નન્સીની અટકળો લગાવવામાં આવતી હતી, પરંતુ આખરે કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા બિપાશા બાસુએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. ત્યારે હવે કરણે પણ એક પ્રેમભરી નોટની સાથે પત્નીની પ્રેગ્નન્સી પર પોતાનું રિએક્શન આપ્યું છે.

કરણ સિંહ ગ્રોવરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પત્ની બિપાશા બાસુની સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીર તેના લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટની છે, જેમાં બંને બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. બિપાશા બ્લેક કલરની મોનોકિનીમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે અને તેના ચહેરા પર પ્રેગ્નન્સીનો ગ્લો પણ જોવા મળી રહ્યો છે. આ ફોટોને શેર કરતા કરણ સિંહે કેપ્શનમાં પહેલી વખત પિતા બનવાની ફિલિંગ્સ શેર કરી છે.
કરણે કેપ્શનમાં લખ્યું, પિતા બનવું તેના માટે એક સુંદર સપના જેવું છે. આ ઘણી સારી ફિલિંગ્સ છે મેં આ પહેલા ક્યારે આવી ફિલિંગ્સ મહેસૂસ નથી કરી. કરણ સિંહ ગ્રોવર ઘણો ખુશ છે.
તેને વધુમાં લખ્યું, મેં ક્યારે કલ્પના નહોતી કરી કે આટલો ઈન્ટેન્સ અહેસાસ થશે. મને કંઈ સમજમાં નથી આવી રહ્યું. મને એ અહેસાસ થઈ રહ્યો છે કે એક મહિલા આ સમયે કયા તબક્કામાંથી પસાર થાય છે.
કરણ સિંહે આગળ કહ્યું, એક મહિલા આ સમયે પોતાની અંદર થતાં ચમત્કાર માટે ઘણી મુશ્કેલીઓથી પસાર થાય છે. શરત વગરનો પ્રેમ શું હોય છે, ભગવાન ક્યા છે, નિર્માતા ક્યા છે, આ મારા માટે સૌથી યોગ્ય સમજૂતી છે. હું આ મહિનાઓની ઉથલપાથલ દરમિયાન વિચારું છું કે આપણે આ બધા વિશે વાત કેમ નથી કરતા.
પોતાની જાતને બદલી રહ્યો છે કરણ સિંહ ગ્રોવર
કરણે પોતાની પોસ્ટમાં પોતાની જાતને બદલવાની વાત કહી. તેણે લખ્યું, હું મારી જાતને બદલી રહ્યો છું, સતત એ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું કે, વસ્તુઓને કેવી રીતે યોગ્ય બનાવી શકાય અને પોતાની જાતને કેવી રીતે સારી બનાવી શકાય. હું ઘણો કૃતજ્ઞ છું, હું એક મહિલાના આ ચમત્કારનો સાક્ષી છું, તેની અંદર એક જીવનું નિર્માણ થઈ રહ્યું છે અને એ જોઈ રહ્યો છું કે આ બધું તેના દિવસનો એક હિસ્સો છે. મને લાગે છે હું શબ્દોમાં જે મહેસૂસ કરી રહ્યો હતો તેને અસલમાં વ્યક્ત કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર