Home /News /entertainment /કરન પટેલે છોડ્યો 'યે હૈ મોહબ્બતે' શો, હવે આ હિરો બનશે રમન ભલ્લા
કરન પટેલે છોડ્યો 'યે હૈ મોહબ્બતે' શો, હવે આ હિરો બનશે રમન ભલ્લા
સોશિયલ મીડિયા યૂઝર્સ નવાં રમણને જોવાં ઘણાં જ એક્સાઇટેડ છે. શોમાં આ સમય ટ્રેજિક ટ્રેક ચાલી રહ્યો છે. શોની લિડ એક્ટર ઇશાતા માનવા તૈયાર નથી કે રમણનું મોત થઇ ગયું છે.
સોશિયલ મીડિયા યૂઝર્સ નવાં રમણને જોવાં ઘણાં જ એક્સાઇટેડ છે. શોમાં આ સમય ટ્રેજિક ટ્રેક ચાલી રહ્યો છે. શોની લિડ એક્ટર ઇશાતા માનવા તૈયાર નથી કે રમણનું મોત થઇ ગયું છે.
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રિનનાં હિટ શો 'યે હૈ મોહબ્બતે'માં રમન ભલ્લાનો રોલ હવે કરન પટેલ નહીં અદા કરે. છેલ્લા 6 વર્ષથી આ રોલને તેણે સંપૂર્ણ ન્યાય આપ્યો છે. પણ હવે સાંભળવામાં આવ્યું છે કે, કરન હવે રમન ભલ્લાનું કેરેક્ટર છોડી રહ્યો છે. ઘણાં દિવસોથી અફવાઓ ચાલી રહી છે કે, કરન આ શો છોડી રહ્યો છે. પણ હવે કરને પોતે આ વાતની પુષ્ટિ કરી છે કે તેણે આ શોનો ભાગ નથી.
'યે હૈ મોહબ્બતે' માં કરનની જગ્યા એક્ટર ચૈતન્ય ચૌધી લેશે. ચૈતન્યએ શોની શૂટિંગ શરૂ કરી દીધી છે. તેણે તેનાં નવાં લૂકમાં સોશિયલ મીડિયા પર સેલ્ફી શેર કરી છે. હવે સોશિયલ મીડિયા યૂઝર્સ નવાં રમણને જોવાં માટે એક્સાઇટેડ છે. શોમાં આ સમયે ટ્રેજિક ટ્રેક ચલ રહે છે. શોની લીડ કિરદાર ઇશિતા માનવાં તૈયાર નથી કે રમનની મોત થઇ ગઇ છે.
હવે શોમાં મેકર્સે ચૈતન્યની એન્ટ્રી માટે નવો પ્લોટ તૈયાર કરી લીધો છે. બતાવવામાં આવશે કે રમણ પ્લાસ્ટિક સર્જરી બાદ પરત આવે છે અને તેનો ચહેરો બદલાઇ ગયો છે. આ રોલ ચૈતન્ય માટે એક મોટી ચેલેન્જ હશે. પણ તે ખુદ પણ એક પોપ્યુલર એક્ટર છે. ત્યારે આ શોમાં તેને કેવી પોપ્યુલારિટી મળે છે તે જોવું રહેશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર