Karan Mehra: એક્ટરને ઘરેલૂ હિંસા મામલે મળ્યા આગોતરાં જામીન, પત્ની નિશાએ કર્યો હતો કેસ
Karan Mehra: એક્ટરને ઘરેલૂ હિંસા મામલે મળ્યા આગોતરાં જામીન, પત્ની નિશાએ કર્યો હતો કેસ
કરન મેહરાને ઘરેલૂ હિંસા મામલે મળ્યા આગોતરાં જામીન
આ વર્ષે જૂન મહિનામાં નિશા રાવલ (Nisha Rawal)એ કરન મેહરા (Karan Mehra) પર અને તેનાં પરિવાર પર ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. ઘરેલૂ હિંસાનાં કેસ ઉપરાંત કરન અને નિશા તેમનાં દીકરાની કસ્ટડી માટે પણ કોર્ટમાં એકબીજાની સામસામે છે.
ટેલીવિઝનનાં જાણીતા એક્ટર કરન મેહરા (Karan Mehra) ગત કેટલાંક સમયથી સતત તેની પત્ની નિશા રાવલની સાથે થયેલાં ઝઘડાને કારણે ચર્ચામાં રહ્યો છે. તે આ વર્ષે જૂન મહિનામાં નિશા રાવલ (Nisha Rawal)ને કારણની ઉપર ઘરેલું હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો. આ બાદ કરન મેહારએ થોડા કાલોક માટે જેલ પણ જવું પડ્યું હતું. જોકે, તેને તુરંત જ જામીન મળી ગયા હતાં. તેણે તેની પત્ની નિશા રાવલ પર જુઠ્ઠો કેસ કરવાનોઆરોપ લગાવ્યો હતો. હવે કરન મેહરાને આ મામલે વધુ એક રાહત મળી ગઇ છે.
એક્ટર કરન મેહરાને ઘરેલૂ હિંસા કેસમાં મુંબઇ હાઇકોર્ટ (Mumbai Highcourt) થી કથિત રૂપથી નિશા રાવલનાં જુઠ્ઠા આરોપોથી બચવાં અંગે તેણે ધરપકડથી બચવા માટે તેનાં અને પરિવાર માટે આગોતરા જામીન (Anticipatory Bail) મળી ગઇ છે. કરન મેહરા ઉપર ઇન્ડિયન પિનલ કોડની કલમ 498-એ,406,323,504 અને 506 આર/ડબ્લ્યૂ કલમ 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
નિશાએ માંગ્યું ઝીરો ગુજરાન ભત્થુ- ઘરેલૂ હિંસાનાં કેસ ઉપરાંત કરન અને નિશા તેમનાં દીકરાની કસ્ટડી માટે કોર્ટમાં આમને સામને છે. પહેલાં એક ઇન્ટરવ્યૂમાં નિશા રાવલે ખુલાસો કર્યો હતો કે, તેણે કરન મેહરાને એક નોટિસ બજાવી છે જેમાં તેણે ગુજરાન ભત્થા પેટે એકપણ રૂપિયાની માણકી કરી નથી તેણે માત્ર તેનાં દીકરાની સંપૂર્ણ કસ્ટડી તેને આપવામાં આવે તેમ જણાવ્યું છે.
મે હમેશાં સપોર્ટ કર્યો- તે કહે છે કે, 'મે કોઇ જ ગુજરાન ભત્થુ નથી માંગ્યું. અમે બધુ જ મળીને બનાવ્યું છે. હું ઘણી નાની ઉંમરથી પૈસા કમાઇ રહી છું. અને મે હમેશાં તેને સપોર્ટ કર્યો છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ..' પહેલાં સુધી મે દરેક પ્રકારે તેની મદદ કરી હતી.'
કરન મેહારએ કહ્યું કે... તો બીજી તરફ કરને હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારા માટે ગત થોડો સમય ઘણો મુશ્કેલ ભરેલો રહ્યો છે. પણ કોર્ટે અમારા પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે જેની મને ખુશી છે. આગોતરા જામીનનો અર્થ થાય છે કે, હવે મને મારા ઘરડા માતા પિતા અને ભાઇને નિશાનાં ખોટા આરોપોમાં અરેસ્ટ નહીંક રવામાં આવે. મારી પેસા મારા નિર્દોષ હોવાનાં ઘણાં પુરાવા છે. અને હું તમામ કોર્ટમાં રજૂ કરીશ.'