Home /News /entertainment /કરન મહેરાએ પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા; એક્ટરે કહ્યું- નિશા રાવલનું ધર્મના ભાઈ સાથે જ અફેર ચાલી રહ્યું છે

કરન મહેરાએ પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા; એક્ટરે કહ્યું- નિશા રાવલનું ધર્મના ભાઈ સાથે જ અફેર ચાલી રહ્યું છે

કરન મહેરાની પત્નીનું ધર્મના ભાઈ સાથે અફરે ચાલી રહ્યું છે.

કરન મહેરા અને નિશા રાવલનો મામલો વધારે ગૂંચવાતો જાય છે ગયા વર્ષે જૂનમાં નિશાએ કરણ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે નિશાએ પોલીસ સ્ટેશનમાં કરનની વિરુદ્ધ ગંભીર આરોપ લગાવતા દહેજ ઉત્પીડન, ઘેરલુ હિંસા જેવા તમામ આરોપ લગાવતા FIR નોંધાવી હતી. આ કેસ હજી પણ કોર્ટમાં છે. હાલમાં જ મુંબઈમાં કરને પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કરને કહ્યું હતું કે નિશાનું માનેલા ભાઈ સાથે અફેર ચાલે છે.

વધુ જુઓ ...
કરન મહેરા અને નિશા રાવલનો મામલો વધારે ગૂંચવાતો જાય છે ગયા વર્ષે જૂનમાં નિશાએ કરણ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે નિશાએ પોલીસ સ્ટેશનમાં કરનની વિરુદ્ધ ગંભીર આરોપ લગાવતા દહેજ ઉત્પીડન, ઘેરલુ હિંસા જેવા તમામ આરોપ લગાવતા FIR નોંધાવી હતી. આ કેસ હજી પણ કોર્ટમાં છે. હાલમાં જ મુંબઈમાં કરને પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કરને કહ્યું હતું કે નિશાનું માનેલા ભાઈ સાથે અફેર ચાલે છે. કરને દાવો કર્યો કે તે તેના 4 વર્ષના દીકરા કાવિશની સામે દારૂ અને સિગારેટ પીવે છે.

લોકપ્રિય ટીવી શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિક નામની ભૂમિકાથી ફેમસ થયેલો કરણ મહેરા પોતાના વૈવાહિક જીવનને લઈને ઘણો પરેશાન છે. મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી એક્ટરે ખુલાસો કરતા કહ્યું કે, નિશા રાવલનું તેના માનેલા ભાઈ રોહિત સેટિયા સાથે અફેર ચાલી રહ્યું છે. તે અમારી સાથે લાંબા સમયથી છે. રોહિત બધાની સામે નિશાને માનેલો ભાઈ બતાવે છે અને અમારા લગ્નમાં તેને નિશાનું કન્યાદાન પણ કર્યું હતું.

નિશા રાવલ પર કરનના ગંભીર આરોપ

14 વર્ષથી મેં જોયું છે કે નિશા તેને રાખડી બાંધતી હતી, પરંતુ આજે તે બંને એકબીજાના રિલેશનશિપમાં છે. રોહિત પહેલેથી જ પરિણીત છે અને તેને સાત વર્ષીય દીકરી છે. લખનઉનો રહેવાસી રોહિત આજે મારી પત્ની અને દીકરા સાથે રહે છે. આ વાતની માહિતી નિશાની માતા લક્ષ્મી રાવલને પણ છે.' કરન મેહરાએ વધુમાં કહ્યું હતું કે તે છેલ્લાં 14 મહિનાથી નિશા વિરુદ્ધ પુરાવા ભેગો કરતો હતો. તેને 1400 પાનાંની એક ફાઇલ બનાવી છે. તેણે કોર્ટમાં આ ફાઇલ રજૂ પણ કરી છે.

જાનથી મારવાની ધમકી મળી

કરને દાવો કર્યો છે કે તેને જાનથી મારી નાખવાની ધમકી ઘણી વખત મળી ચૂકી છે. એક્ટરનું કહેવું છે કે, મને કોલર આઈડી વગરના નંબરથી ધમકીભર્યા કોલ આવે છે. હું આમ તો આવા કોલની પરવાહ નથી કરતો પરંતુ એક દિવસ ફોન ઉપાડ્યો તો મને જાનથી મારી નાખવાની ધમકી મળી. મારા પપ્પા કુણાલ અને મારી મમ્મીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે જેના કારણે હું ઘણો પરેશાન છું.
First published:

Tags: Karan Mehra, Nisha Rawal, Tellywood

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો