Home /News /entertainment /કરન મેહરાનો પત્ની પર ગંભીર આરોપ, પર પુરુષ સાથે છે સંબંધ, '11 મહિનાથી મારા ઘરમાં એક વ્યક્તિ રહે છે'

કરન મેહરાનો પત્ની પર ગંભીર આરોપ, પર પુરુષ સાથે છે સંબંધ, '11 મહિનાથી મારા ઘરમાં એક વ્યક્તિ રહે છે'

કરણ મેહરાનો નિશા રાવલ પર આરોપ

Karan Mehra Nisha Rawal: કરણ અને નિશા વચ્ચેની બબાલ છેલ્લાં એક વર્ષથી સોશિયલ મીડિયામાં (Social Media) ચર્ચામાં છે. ગત વર્ષે નિશાએ કરન પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂક્યો હતો. આ ઇન્ટરવ્યુંમાં કરને (Karan Mehra Latest Interview) કહ્યું હતું, 'મેં બધું સાંભળ્યા બાદ તેને (નિશાને) ઘરમાં આવવા દીધી હતી. અમે જૂની વાતો ભૂલીને નવી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો, પણ હવે મને ખબર પડી કે મારા ગયા બાદ ઘરમાં એક પરપુરુષ 11 મહિનાથી રહી રહ્યો છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીના લોકપ્રિય શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' નાં (Ye Rishta Kya Kahelata Hai) 'નૈતિક'થી ઘર ઘરમાં ફેમસ કરન મેહરાનાં (Karan Mehra) ઘરનો કંકાસ શમવાનું નામ નથી લઇ રહ્યો. હાલમાં જ એક્ટરે એક એક ઇન્ટરવ્યૂમાં પત્ની નિશા રાવલ પર ગંભીર આરોપો મૂક્યા છે. કરને નિશા પર વિશ્વાસઘાતનો આરોપ મૂકીને કહ્યું હતું કે નિશા (Nisha Rawal) છેલ્લાં 11 મહિનાથી કોઈ અન્ય પુરુષ સાથે રહી રહી છે. કરણ અને નિશા વચ્ચેની બબાલ છેલ્લાં એક વર્ષથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ગત વર્ષે નિશાએ કરન પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂક્યો હતો. આ ઇન્ટરવ્યુંમાં કરને કહ્યું હતું, 'મેં બધું સાંભળ્યા બાદ તેને (નિશાને) ઘરમાં આવવા દીધી હતી. અમે જૂની વાતો ભૂલીને નવી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો, પણ હવે મને ખબર પડી કે મારા ગયા બાદ ઘરમાં એક પરપુરુષ 11 મહિનાથી રહી રહ્યો છે. તે પોતાની પત્ની ને બાળકોને છોડીને મારા ઘરમાં રહે છે. બધા લોકોને ખબર છે. હવે હું મારી લડાઈ લડીશ.'

નિશાએ મારી કરિઅર નષ્ટ કરી નાખી- કરણ મેહરા
કરને વાત કરતાં આગળ કહ્યું હતું, 'હું કોઈ પણ પરિસ્થિતિમાં એ વાત સાબિત કરીને બતાવીશ કે નિશાએ મને દગો આપ્યો છે. તેણે મારો દીકરો છીનવી લીધો છે. મારી 20 વર્ષની કરિયર પર દાવ પર લગાવી દીધી છે તેને નષ્ટ કરી દીધી છે. હવે હું ચૂપ નહીં રહું. છેલ્લાં એક વર્ષથી હું ઘણાં જ દુઃખમાં પસાર થયો છું. હવે હું સહન કરીશ નહીં.'
નિશાએ કરણ પર મારઝૂડનો આરોપ મુક્યો હતો
નિશાની વાત કરીએ તો ગયા વર્ષે તેણે પતિ પતિ પર મારઝૂડનો આક્ષેપ મૂક્યો હતો. નિશાએ કરન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. અને મીડિયા સામે પણ તેણે ઇજાનાં નિશાન બતાવ્યાં હતાં. તો બીજી તરફ કરને આ તમામ અક્ષેપોને ફગાવી દીધા હતા.

નિશાનો હતો આરોપ, કરનનાં જીવનમાં હતી બીજી મહિલા
નિશાએ રિયાલિટી શો 'લૉકઅપ'માં કહ્યું હતું, 'કરને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેનું એકસ્ટ્રા મેરિટલ અફેર હતું. તેણે મને કહ્યું હતું કે તે અન્ય કોઈને પ્રેમ કરે છે અને મને પણ પ્રેમ કરે છે. આ મારા માટે આઘાતજનક સમાચાર હતા. તેમણે મને કહ્યું હતું કે તેનું અફેર સાત-આઠ મહિના ચાલ્યું હતું. તેણે મને એમ પણ કહ્યું હતું કે તે યુવતીને મારી સાથે મુલાકાત થઈ તે પહેલેથી ઓળખે છે. તેણે મારો વિશ્વાસ તોડ્યો છે અને હવે હું ક્યારેય તેની પર વિશ્વાસ કરી શકું તેમ નથી.'


2012માં લગ્ન કર્યા
કરન અને નિશાએ છ વર્ષના ડેટિંગ બાદ 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેની મુલાકાત ટીવી સિરિયલ 'હંસતે હંસતે'ના સેટ પર થઈ હતી. 2017માં તેમનાં ઘે દીકરાનો જન્મ થયો. જ્યારે કરન મેહરા 'બિગ બોસ'માં ગયો ત્યારે નિશા પ્રેગ્નન્ટ હતી. કરને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિકની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલમાં તેણે 7 વર્ષ સુધી કામ કર્યું હતું. તે નૈતિકના નામથી ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. નિશાએ 'શાદી મુબારક', 'કેસર', 'મૈં લક્ષ્મી તેરે આંગન કી'માં કામ કર્યું છે. બંને એક સાથે 'નચ બલિયે'માં નજર આવ્યાં હતાં. હાલમાં કરણ મ્યૂઝિક આલ્બમમાં નજર આવે છે તો બીજી તરફ નિશા કંગના રનૌટનાં શો 'લોકઅપ'માં નજર આવી હતી.
First published:

Tags: Karan Mehra, Nisha Rawal, Tv actress, Tv Gossip

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો