કરણ મહેરાએ નિશા રાવલ પર મૂક્યો અફેરનો આરોપ, કહ્યું- ‘મેં એને માફ કરી દીધી હતી’

કરણ મહેરા અને નિશા રાવલ (તસવીર સાભાર- Instagram/missnisharawal))

કરણ મહેરા (Karan Mehra) અને નિશા રાવલ (Nisha Rawal) વચ્ચે વિવાદ વધી જ રહ્યો છે. કરણે હવે નિશા પર ઉલટો વાર કરીને તેના પર અફેરનો આરોપ મૂક્યો છે. કરણનું કહેવું છે કે નિશા તેની પાસેથી મોટી રકમ મેળવવા ઈચ્છે છે.

 • Share this:
  નવી દિલ્હી : નિશા રાવલ (Nisha Rawal) અને કરણ મહેરા (Karan Mehra) ટીવી જગતના પોપ્યુલર કપલમાંથી એક હતા. બંને એક સમયે સુંદર ફોટોઝ અને વીડિયો શેર કરતા હતા. પરંતુ જ્યારે આ વર્ષે જૂન મહિનામાં નિશા રાવલે કરણ મહેરા વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ ફાઈલ કરાવ્યો ત્યારે બંને વચ્ચેનો વિવાદ લોકો સામે આવ્યો હતો. ત્યારે પોલીસે ફરિયાદના આધારે કરણની ધરપકડ કરી હતી. નિશાએ તેના પર લગ્નેતર સંબંધ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, કરણને એ પછી તરત જામીન મળી ગયા હતા.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, કરણે એક ઇન્ટરવ્યૂમાં આ આરોપને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે એ નિશા જ હતી, જેનું 2015માં અફેર ચાલતું હતું. ‘યે રિશ્તા..’ ફેમ એક્ટરે કહ્યું કે, 2015થી 2016 સુધી તેની પત્નીનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું. તેણે એવો પણ દાવો કર્યો છે કે નિશાની ભૂલ માટે તેના ભાઈ રોહિત સેઠિયાએ કરણની માફી માગી હતી અને વિનંતી કરી હતી કે તે નિશાને માફ કરી દે.

  આ પણ વાંચો - બાઘાને ગળે લગાવી ધ્રૂસકે-ધ્રૂસકે રડી નટુ કાકાની પુત્રી, વાયરલ થયા ઇમોશનલ PHOTOS

  કરણ આગળ જણાવે છે કે તેણે એ પછી નિશાને માફ કરી દીધી હતી. રોહિત સેઠિયાએ તેની સામે ઊભા રહીને માફી માગી હતી અને તે પોતાની અને પોતાની માતાની આબરુનું કારણ આપી રહ્યો હતો. કરણે કહ્યું કે નિશાએ તેના પાસે ભરણપોષણની મોટી રકમ માગી હતી. ‘નિશાએ ભરણપોષણની એટલી મોટી રકમ માગી હતી કે તેનાથી 50 બાળકોનો ઉછેર થઈ શકે છે.’ કરણે નિશાને પૈસા આપવાની ના પાડી દીધી હતી અને કહ્યું કે- ‘હું એને પૈસા શા માટે આપું? કવિશના પાલન-પોષણ માટે? તેની સાથે તો બાળક બિલકુલ સુરક્ષિત નથી.’

  ઉલ્લેખનીય છે કે, નિશા રાવલે અગાઉ એવું જણાવ્યું હતું કે તેને કરણ તરફથી કોઈ આર્થિક વળતર નથી જોઈતું. તે ફક્ત તેમના દીકરા કવિશની કસ્ટડી ઈચ્છે છે. નિશાએ જણાવ્યું હતું કે, ‘હું કોઈ રકમ નથી ઇચ્છતી. અમે બધું મળીને બનાવ્યું છે, હું નાની ઉંમરથી જ પૈસા કમાઉ છું અને મેં હંમેશા કરણને સપોર્ટ કર્યો છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના પહેલાં પણ મેં કરણની દરેક પ્રકારે મદદ કરી હતી.’
  Published by:Nirali Dave
  First published: