B'Day: જ્યારે કરણ જોહરે પહેલી વખત તેની સેક્સુઆલિટી પર કર્યો હતો ખુલાસો

News18 Gujarati
Updated: May 25, 2018, 11:09 AM IST
B'Day: જ્યારે કરણ જોહરે પહેલી વખત તેની સેક્સુઆલિટી પર કર્યો હતો ખુલાસો
કરણ જોહર સમલૈંગિક છે? આ સવાલનો જવાબ ખુદ કરણે વર્ષ 2017માં આપ્યો હતો

કરણ જોહર સમલૈંગિક છે? આ સવાલનો જવાબ ખુદ કરણે વર્ષ 2017માં આપ્યો હતો

  • Share this:
મુંબઇ: કરણ જોહરનો આજે 46મો જન્મ દિવસ છે ગત બે દાયકામાં તેણે હિન્દી સિનેમાને દુનિયામાં સક્રિય કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેની ફિલ્મો જેટલી ચર્ચામાં હોય છે તેટલી જ ચર્ચા તેની પર્સનલ લાઇફ પણ હોય છે. આજે તેનાં જીવનનાં સૌથી અંગત અને અનટચ્ડ મુદ્દા પર કરીએ વાત.

કરણ જોહર એક સફળ ફિલ્મમેકર છે. બિન્દાસ જજ પણ છે. ઘણાં નવાં ચહેરાને લોન્ચ પણ કરી ચુક્યો છે. તક મળે તો ડાન્સ કરવામાં પણ પાછો પડતો નથી.
શાહરૂખ ખાનનો બેસ્ટ ફ્રેન્ડ છે. અને હવે બે બાળકોનો સિંગલ પેરેન્ટ પણ છે. કરણ વિશે આ વાત સૌ કોઇ જાણે છે. જે વાત લોકો નહોતા જાણતા કે પછી તે વિશે ફક્ત  વાતો જ કરતાં હાત તે વાત આ હતી કે શું કરણ જોહર સમલૈંગિક છે? આ સવાલનો જવાબ ખુદ કરણે વર્ષ 2017માં આપ્યો હતો. તેની બાયોગ્રાફી અનસુટેબલ બોય દ્વારા. તેણે આ મુદ્દે ખુલીને વાત કરી હતી.

આમ તો એવું ભાગ્યે જ થયુ છે કે કરણે ફિલ્મોથી હટીને તેનાં અંગત જીવન પર વાત કરી હોય. તેની બૂક આવ્યા બાદ તેણે તેની જીંદગીનાં તમામ પન્નાને ફેરવીને જોયા અને પછી મીડિયા સામે તેની વાત ઘણી જ બિન્દાસ અને બેબાકીથી કહીં.

તેણે કહ્યું કે, 'સૌ કોઇ જાણે છે કે મારું સેક્સુઅલ ઓરિએન્ટેશન શું છે. મારે આ વિશે બુમબરાડા પાડીને બોલવાની જરૂર નથી. હું જો આ વિશે બોલીશ તો બની શકે છે કે મને જેલ પણ જવું પડે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં રિપોર્ટ મુજબ કરણ જોહરે તેમ પણ કહ્યું હતું કે, તે ત્રણ શબ્દ હું ક્યારેય નહીં બોલ જે દરેક વ્યક્તિ મારા વિશે જાણે છે.
First published: May 25, 2018, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading