કરણ જોહરનાં OTT પર BIGG BOSS હોસ્ટ કરવાથી નારાજ યૂઝર્સ, કહ્યું- 'અમે નહીં જોઇએ શૉ'

(PHOTO- karanjohar/Instagram)

બિગ બોસમાં નવો હોસ્ટ નજર આવવાનો છે. આ હોસ્ટ હશે બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યૂસર કરન જોહર (Karan Johar) જી હાં, કરણ જોહર 6 અઠવાડિયા માટે બિગ બોસ 15 હોસ્ટ (Bigg Boss New Host) કરશે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રિયાલિટી શો બિગ બોસ 15 (Bigg Boss 15) નો દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. લાંબા સમયથી શોનાં સ્પર્ધક અને પ્રીમિયરની ડેટ અંગે વાતો થઇ રહી છે. આ વચ્ચે શોને નવો હોસ્ટ મળી ગયો છે. જોકે, આ હોસ્ટ ફક્ત ડિજિટલ પ્લેટફર્મ પર આવશે. જેનો ખુલાસો થઇ ગયો છે. એટલે કે આ વખતે બિગ બોસમાં નવો હોસ્ટ નજર આવશે. આ હોસ્ટ હશે બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર કરન જોહર (Karan Johar). જી હાં, કરણ જોહર 6 અઠવાડિયા માટે બિગ બોસ 15 હોસ્ટ (Bigg Boss New Host) કરશે.



    આ ખબર બાદ હવે સોશિયલ મીડિયા પર યૂઝર્સની જાત ભાતની પ્રતિક્રિયા આવી રહી છે. ઘણાં મેકર્સનાં આ નિર્ણયથી ખુશ છે તો કેટલાંકે નારાજગી જતાવી છે. કારણ કે કેટલાંક દર્શક ઇચ્છે છે કે, OTT પર બિગ બોસ સિઝન 15ને કોઇ અન્ય નહીં પણ સિદ્ધાર્થ શુક્લા હોસ્ટ કરે. આજ કારણ છે જ્યારથી આ વાત સામે આવી છે કે, કરન જોહર બિગ બોસ 15 OTT હોસ્ટ કરશે. યૂઝર્સ આ વાત પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.



    કરન જોહરને શોનાં હોસ્ટ તરીકે ફાઇનલ કરવામાં આવ્યો છે. અને ચેનલનાં આ નિર્ણયથી તમામ દર્શકો પણ ચોકી ગયા છે. સોશિયલ મીડિયા પર બિગબોસનાં ફેન્સે નારાજગી પણ વ્યક્ત કરી છે. તો કેટલાંકે બિગ બોસ બોયકોટ કરવાની પણ વાત કરી છે. યૂઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફર્મ ટ્વિટર પર શો ન જોવાની વાત કરી લીધી છે. કારણ કે યૂઝર્સ અહીં સિદ્ધાર્થ શુક્લા કે સલમાન ખાનને શો હોસ્ટ કરતાં જોવા માંગે છે.

    ભારતનાં સૌથી મોટા નિર્દેશક નિર્માતા અને આઇકોન કરન જોહરને બિગ બોસ OTTમાં શામેલ થવાની ખબર સામે આવી છે. વૂટ પર ચનારા આ છ અઠવાડિયા માટે કરન જોહર બિગ બોસ OTT હોસ્ટ કરશે. બિગ બોસ OTTનું પ્રીમિયર 8 ઓગસ્ટ 2021નાં આવશે. ખાસ વાત એ છે કે, આ વખતે શો વૂટ પર 24/7 પર જોઇ શકાશે.
    Published by:Margi Pandya
    First published: