કરણ જોહર (Karan Johar) અવારનવાર તેની ફિલ્મો સાથે જોડાયેલી વાતો કહેતો જોવા મળે છે. હવે ફિલ્મ નિર્માતાએ ઇજિપ્તમાં 'કભી ખુશી કભી ગમ'ના ગીત 'સૂરજ હુઆ મધ્ધમ'ના શૂટિંગ સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે, જેણે તેને શરમમાં મૂકી દીધો હતો.
કરણ જોહરની (Karan Johar) ગણતરી બોલિવૂડના ટોચના નિર્દેશકોમાં થાય છે. તેણે 'કુછ કુછ હોતા હૈ' (Kuch Kuch Hota hai) થી લઈને 'કભી ખુશી કભી ગમ' અને 'માય નેમ ઈઝ ખાન' જેવી રોમેન્ટિક ફિલ્મો આપી છે. કરણ જોહર ઘણીવાર તેની ફિલ્મો સાથે જોડાયેલી વાતો કહેતો જોવા મળે છે. હવે ફિલ્મ નિર્માતાએ ઇજિપ્તમાં 'કભી ખુશી કભી ગમ'ના ગીત 'સૂરજ હુઆ મધ્ધમ'ના શૂટિંગ સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે, જેણે તેને શરમમાં મૂકી દીધો હતો.
કરણ જોહરે કહ્યું કે જ્યારે તે ઇજિપ્તમાં 'સૂરજ હુઆ મધ્ધમ'નું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે દરમિયાન તેને લૂઝ મોશન થઇ ગયા હતા. કરણ જોહરે કહ્યુ કે,- 'અમે ઇજિપ્તમાં સૂરજ હુઆ મધ્ધમનું શૂટિંગ કરી રહ્યા હતા. તે એક એવું સ્થાન હતું જ્યાં 100-100 કિમી સુધી માત્ર રેતી અને સફેદ પથ્થર અને મોટા ચૂનાના સ્ટ્રક્ચર્સ હતા. 500 કિમી દૂર સુધી માત્ર લાઇમસ્ટોન સ્ટ્રક્ચર હતા.
કરણ જોહરે જણાવ્યુ કે, 'સવાર સવારમાં મારું પેટ ખરાબ થઈ ગયું હતું. મને લૂઝ મોશન થઇ ગયા હતા. નજીકમાં વૉશરૂમનું કોઈ નામો-નિશાન નહોતું. કોઇ ટેન્ટ પણ નહોતું. મેં વિચાર્યું કે હવે મારે શું કરવું જોઈએ? પછી હું એક મોટા પથ્થરની પાછળ ગયો. મેં વિચાર્યું, હું તેની પાછળ સંપૂર્ણપણે છુપાઈ જઈશ, કોઈ મને જોશે નહીં. હું રોકી ન શક્યો. તેથી તે મોટા પથ્થરની પાછળ ગયો. દરમિયાન થોડો અવાજ આવતાં મેં પાછળ જોયું.
'ત્યાં હોલીવુડનો એક ક્રૂ એ જ જગ્યાએ શૂટિંગ માટે લોકેશન શોધવા આવ્યો હતો. અન્ય દેશોના લગભગ 20 લોકોએ મને ત્યાં જોયો હતો. તેઓ કેમેરા બહાર કાઢવાના જ હતા, ત્યારે મેં ફરીને કહ્યું, મહેરબાની કરો હું એક ફિલ્મ નિર્દેશક છું. મારું થોડુ તો માન રાખો. મારી વાતનો જવાબ આપતાં એ લોકોએ કહ્યું, ઠીક છે, તમે તમારું કામ કરો. તે પછી તેઓ નમ્રતાથી પાછા ફર્યા. તેમણે ન તો શાહરૂખને જોયો કે ન તો કાજોલને. ચૂનાના પત્થર પાછળ બધું છુપાયેલું હતું. તેઓ માત્ર મને અને મારી સ્થિતિને જોઇ ગયા. મને નથી લાગતું કે આજ સુધી હું એ ઘટનાના સદમામાંથી બહાર આવ્યો છું.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે કરણ જોહરે આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો હોય. અગાઉ 'હુનરબાઝઃ દેશ કી શાન'માં કરણ જોહરે આ ઘટના વિશે વાત કરી હતી. કરણ જોહરને આ ઘટના યાદ આવી ગઈ જ્યારે પરિણીતી ચોપરાએ શોમાં 'સૂરજ હુઆ મધ્ધમ' ગીત ગાયું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર