પંડ્યા-રાહુલ પર બોલ્યો કરણ, 'હું ઘણી રાતોથી ઊંઘી શક્યો નથી'

News18 Gujarati
Updated: January 23, 2019, 5:20 PM IST
પંડ્યા-રાહુલ પર બોલ્યો કરણ, 'હું ઘણી રાતોથી ઊંઘી શક્યો નથી'
કોફી વિથ કરનમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ જોવા મળ્યા હતા

આ વાતને લઇને કરન દુ:ખી છે, કરને પહેલીવાર આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ નિર્માતા-નિર્દેશક કરન જોહરના ચેટ શો 'કોફી વિથ કરન'માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ જોવા મળ્યા હતા. આ એપિસોડમાં હાર્દિક પંડ્યા મહિલાઓ અંગે વિવાદિત નિવેદન આપતો જોવા મળ્યો હતો. જે બાદ હાર્દિક અને રાહુલને ટીમ ઇન્ડિયામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આ વાતને લઇને કરન દુ:ખી છે. કરને પહેલીવાર આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

કરન જોહરે એક ન્યૂઝ ચેનલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, કોફી વિથ કરન મારો શો છે અને આ બધી વસ્તુઓ માટે હું પોતે જવાબદાર છું. હાર્દિક અને કેએલ રાહુલને મેં શો પર આમંત્રિત કર્યો હતો. શોના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એ બધી મારી જવાબદારી છે. આ કારણે હું ઘણી રાતોથી ઊંઘી શક્યો નથી. મને સમજાતું નથી કે હું આને કેવી રીતે સરખું કરું.

શું છે સમગ્ર મામલો?

હાર્દિક પંડ્યાએ કોફી વિથ કરનમાં અંગત જીવનને લઇને ઘણી આપત્તિજનક વાતો કરી. ખાસ કરીને મહિલાઓ વિશે. તેણે કહ્યું હતું કે, તે યુવતીઓ સાથે વાત કરવા કરતાં તેમને જોવાનું વધુ પસંદ કરે છે. સાથે બેસેલો કેએલ રાહુલ વાતને સાચવતો જોવા મળ્યો, પરંતુ પંડ્યા રોકાયો જ નહીં. આ વાતને લઇને હાર્દિકની ખૂબ ટિકાઓ થઇ. જે બાદ તેને ટીમ ઇન્ડિયામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો.
First published: January 23, 2019, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading