Home /News /entertainment /ત્રણેય ખાનને શોમાં બોલાવવાની હિંમત મારી પાસે નથી: કરણ જોહર

ત્રણેય ખાનને શોમાં બોલાવવાની હિંમત મારી પાસે નથી: કરણ જોહર

કરણ જોહરના ફેમસ શો 'કોફી વિથ કરન'ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

Coffee with Karan: 'કોફી વિથ કરણ'ની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી અને 6 સીઝન સફળ અને હિટ રહી હતી. હવે સાતમી સિઝન શરૂ થવા જઈ રહી છે.

    મુંબઇ: કરણ જોહરના ફેમસ શો 'કોફી વિથ કરન'ની (Coffee with karan) ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શોની સાતમી સીઝન 7 જુલાઈથી શરૂ થવાની છે. આ શો વિશે વાત કરતાં કરણે સ્વીકાર્યું હતું કે, આ શો દરમિયાન જાણીતી સેલિબ્રિટી જે પણ કહે છે, તેના કારણે અમુક સમસ્યા તો થાય જ છે. "મારામાં એટલી તાકાત નથી કે હું શાહરૂખ ખાન (Shah Rukh Khan), આમિર ખાન (Aamir Khan) અને સલમાન ખાન (Salman Khan)ને મારા શોમાં એકસાથે લાવી શકું. કરણ જોહરે 'કોફી વિથ કરણ'ના પહેલા એપિસોડનું ટ્રેલર રિલીઝ કર્યું છે. તેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જોવા મળી રહ્યા છે. આ શો દરમિયાન કરણ આ સ્ટાર્સને પર્સનલ લાઇફ સાથે જોડાયેલા ઘણા સવાલો પૂછતો જોવા મળશે. એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કરણ જોહરે કહ્યું, "ત્રણેય ખાન આ સિઝનમાં નથી આવી રહ્યા. મારી પાસે તેમને એકસાથે લાવવાની તાકાત નથી. હું તેમને પાર્ટીમાં આમંત્રિત કરી શકું છું પરંતુ મારા શોમાં નહીં. હું ત્રણમાંથી બે ખાનને પણ સંભાળી શકતો નથી. રણબીરે એમ પણ કહ્યું હતું કે હું નથી આવવાનો. તેમણે કહ્યું કે હું કંઈ કહીશ તો તકલીફ થશે એટલે મારે નથી આવવું.

    કોફી વિથ કરનના 6 સીઝન રહ્યા હીટ

    'કોફી વિથ કરણ'ની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી અને 6 સીઝન સફળ અને હિટ રહી હતી. હવે સાતમી સિઝન શરૂ થવા જઈ રહી છે. કરણ જણાવે છે કે, "કલાકારો બીજે ક્યાંય પણ કંઈ પણ કહી શકે છે, પરંતુ શોમાં કહે તો તે મુશ્કેલી બની જાય છે. લોકો 'કોફી વિથ કરણ' શોમાં જે કહેવાય છે તેના પર હુમલો કરવા માટે હંમેશા તૈયાર છે. હું મારા શોની પ્રતિષ્ઠાને કારણે પરેશાન છું."

    આ પણ વાંચો: કાજોલની લાડકવાયી સ્પેનમાં મિસ્ટ્રી બોય સાથે એન્જોય કરતા જોવા મળી, ફોટોઝ વાઈરલ થયા

    આપને જણાવી દઈએ કે 'કોફી વિથ કરણ' 7 જુલાઈથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. પહેલી સીઝનથી લઈને સાતમી સીઝન સુધી કરણ જોહરમાં ઘણા બદલાવ આવ્યા છે. શોના હોસ્ટ કરણ કહે છે, "સીઝન 1માં હું એક નિર્દોષ બાળક જેવો હતો. જેમાં મેં મારી જાતની ખૂબ કાળજી રહેતી હતી. તે સિઝનમાં ઘણી નિર્દોષતા અને સરળતા હતી. હવે મને એ વાતની પરવા નથી કે હું કેવો દેખાઉં છું, મારા હાવભાવ કેવા છે કે પછી હું ખડખડાટ હસી રહ્યો છું."
    First published:

    Tags: Bollywood Gossip, Coffee With Karan

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો