Home /News /entertainment /Koffee With Karan 7: કરણ જોહરે જણાવ્યું- શા માટે તાપસી પન્નુ તેના શોનો ભાગ ન બની

Koffee With Karan 7: કરણ જોહરે જણાવ્યું- શા માટે તાપસી પન્નુ તેના શોનો ભાગ ન બની

તાપસી પન્નુ કોફી વિથ કરનનો ભાગ ન બની

Koffee With Karan 7: કરણ જોહર (Karan Johar) નો ચેટ શો કોફી વિથ કરણ (Koffee With Karan) ની સીઝન 7 હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ શોમાં જે સેલિબ્રિટીઝ આવે છે, તેમને કરણ જોહર તેમની અંગત લાઈફ વિશે સવાલ પૂછે છે.

Koffee With Karan 7: કરણ જોહર (Karan Johar) નો ચેટ શો કોફી વિથ કરણ (Koffee With Karan) ની સીઝન 7 હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ શોમાં જે સેલિબ્રિટીઝ આવે છે, તેમને કરણ જોહર તેમની અંગત લાઈફ વિશે સવાલ પૂછે છે. અનેક સેલિબ્રિટીઝ આ શોમાં આવી ચૂક્યા છે. આ શોનો નવો એપિસોડ પણ આવી ગયો છે. કરણ જોહરે તન્મય ભટ્ટ, કુશા કપિલા, દાનિશ સેત અને નિહારિકા એનએમ સાથે લાઈવ કર્યું હતું. કરણ જોહરે આ ચાર જ્યુરી મેમ્બર સાથે અનેક વાતો કરી હતી. આ વાતચીતમાં કરણ જોહરે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે આલિયા ભટ્ટનું વારંવાર નામ લીધું હતું, જ્હાનવી કપૂરે સારા અલી ખાનનું વધુ ફેવર કર્યું તે અંગે પણ વાતચીત કરી હતી. આ શોમાં તાપસી પન્નૂ (Taapsee Pannu) ન આવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ- Koffee With Karan 7: શોના લેટેસ્ટ એપિસોડ દરમિયાન કરને ખુલાસો કર્યો કે, તેને પ્લેનમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા

આ શો દરમિયાન ખાને કરણ જોહરને સવાલ પૂછ્યો હતો કે, તાપસી પન્ની આ સાતમી સીઝનમાં શા માટે આવી નથી. કરણ જોહરે આ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, આ માત્ર એપિસોડની સીઝન છે. જેમાં કોમ્બિનેશન પણ કરવાનું રહે છે. હું તાપસી પન્નૂને જણાવવા મંગુ છું કે, જ્યારે હું તેમને શોમાં આવવા માટે કહું જેથી એક્સાઈટિંગ કોમ્બિનેશન પર કામ કરી શકાય. પરંતુ જો તાપસી પન્નૂ ના પાડી દેશે તો મને ખૂબ જ દુ:ખ થશે.


થોડા સમયમાં આવશે સીઝન  8


કોફી વિથ કરણ 7નો ફાઈનલ એપિસોડ આવી ગયો છે. કરણ જોહરે આઠમી સીઝનની પણ જાહેરાત કરી દીધી છે. ટૂંક સમયમાં તે OTT પ્લેટફોર્મ પર આવશે. આ શો સતત 3 મહિના સુધી OTT પ્લેટફોર્મ પર પહેલા નંબરે રહ્યો હતો.

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો કરણ જોહર ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ ને ડાયરેક્ટ કરી રહ્યા છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ જોવા મળશે. તાપસી પન્નૂની વાત કરવામાં આવે તો તે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દોબારા’માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તાપસી પન્નૂ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ડંકી’માં જોવા મળશે. રાજકુમાર હિરાણી આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે.
First published:

Tags: Entertainment New, Koffee With Karan, Taapsee pannu

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन