Home /News /entertainment /

NCBની નોટિસ પર કરન જોહરનો જવાબ, 2019ની પાર્ટીમાં ડ્રગ્સનાં ઉપયોગનો હતો આરોપ

NCBની નોટિસ પર કરન જોહરનો જવાબ, 2019ની પાર્ટીમાં ડ્રગ્સનાં ઉપયોગનો હતો આરોપ

(Photo Credit- @karanjohar/Instagram)

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં જાણીતા ફિલ્મ મેકર કરન જોહર (Karan Johar)ને ગુરુવારનાં NCBએ નોટિસ બજાવી છે. આ નોટિસ 2019માં કરન જોહર દ્વારા આયોજિત કરવામાં આવેલી પાર્ટીનાં સંદર્ભમાં હતાં. જેમાં ડ્રગ્સનાં ઉપયોગ કરવાનો આરોપ હતો. કરન જોહરની આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, રણબીર કપૂર, વરૂણ ધવન, શાહિદ કપૂર, ઝોયા અખ્તર, મલાઇકા અરોરા અને અર્જુન કપૂર જેવાં સેલિબ્રિટીઝ નજર આવ્યાં હતાં. આ નોટિસ પર હવે કરન જોહરે જવાબ આપ્યો છે. કરને તેનાં વકીલ દ્વારા આ પાર્ટીનાં ઘણાં વીડિયો સહિત પોતાનું સ્ટેટમેન્ટ આપે છે.

    કરન જોહર દ્વારા આપવામાં આવેલાં જવાબમાં તેણે 28 જુલાઇ, 2019નાં યોજાયેલી આ પાર્ટીમાં કોઇપણ પ્રકારનાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. NCBનાં સૂત્રો મુજબ, કરન જોહર દ્વારા આપવામાં આવેલાં જવાબ અને પુરાવાની ફરીથી તપાસ કરવામાં આવશે. કરન જોહરે ઘણાં એવાં બોલિવૂડ સેલિબ્રિટીઝનું નામ આપ્યું છે, જેમને પાર્ટીમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું પણ તેઓ આવ્યા ન હતાં.

    NCB સાથે જોડાયેલાં સૂત્રોએ CNN ન્યૂઝ 18ને આપેલી માહિતી મુજબ, કરન જોહરે તેનો જવાબ એક પેન ડ્રાઇવ દ્વારા આપ્યો છે. તેણે પાર્ટીનાં ઘણાં એવાં વીડિયો પણ આપ્યાં છે જે પબ્લિક ડોમેઇનમાં નથી જોવા મળ્યાં.

    આપને જણાવી દઇએ કે, ગત વર્ષે કરન જોહરની પાર્ટીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબજ વાયરલ થયો છે. જેમાં બોલિવૂડ સેલેબ્રિટીઝ પણ નજર આવ્યાં હતાં. આ વીડિયો જોઇ, સોશિયલ મીડિયા પર લોકોએ પાર્ટીમાં ડ્રગ્સનાં ઉપયોગનો આરોપ લગાવ્યો હતો. જેનાં પર પ્રતિક્રિયા આપતાં કરન જોહરે પહેલાં પણ આ તમામ આરોપોને જુઠ્ઠા ગણાવ્યાં હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Instagram, Karan johar, NCB, Video viral

    આગામી સમાચાર