કરન જોહરે હાઉસ પાર્ટી પર આપી સ્પષ્ટતા- મારી મા અમારી સાથે હતી

કરન જોહરે હાઉસ પાર્ટી પર આપી સ્પષ્ટતા- મારી મા અમારી સાથે હતી
પાર્ટીમાં હાજર વિક્કી કૌશલ ડેન્ગ્યૂમાંથી બહાર આવ્યો હતો

પાર્ટીમાં હાજર વિક્કી કૌશલ ડેન્ગ્યૂમાંથી બહાર આવ્યો હતો

 • Share this:
  મુંબઇ: કરન જૌહરની હાઉસ પાર્ટીનો એક વીડિયો વાયરલ થયા બાદ ઘણો જ વિવાદ થયો હતો. શિરોમણી અકાલી દળનાં ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયાનો આરોપ લગાવ્યો હતો. જે અંગે પહેલી
  વખત કરન જોહરે સ્પષ્ટતા આપી છે.  કરન જોહરે એક ઇન્ટરવ્યૂંમાં આ તમામ આરોપો ખારીજ કર્યા છે. એટલું જ નહીં કરણે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, આ પાર્ટીમાં તેની માતા પણ હતી. તેણે એમ કહ્યું કે, મારી મા આ વીડિયો બનાવવાનાં પાંચ મિનિટ પહેલાં સુધી અમારી વચ્ચે જ હતી.  અમે આ પાર્ટીમાં સારા ગીતો સાંભળી રહ્યાં હતાં સારુ ખાવાનું ખાઇ રહ્યાં હતાં અને વાતો કરી રહ્યાં હતાં. આ એક પ્રકારનું સોશિયલ ગેટ ટૂ ગેધર હતું. અમે તમામ મિત્રો મળીને એન્જોય કરી રહ્યાં હતાં ત્યાં કંઇ જ ખોટું ન હતું.  વિક્કી કૌશલને હતો ડેન્ગ્યૂ- કરન જોહરે આ ઇન્ટરવ્યૂમાં એ પણ ખુલાસો કર્યો કે, પાર્ટીમાં હાજર વિક્કી કૌશલ ડેન્ગ્યૂમાંથી બહાર આવ્યો હતો. કરન કહે છે કે, વિક્કીને ડેન્ગ્યૂ થયો હતો જ્યારે આ વીડિયો બનાવવામાં આવ્યો ત્યારે તે બીમારીમાંથી બહાર આવ્યો હતો. વિક્કી લીંબૂની સાથે ગરમ પાણી પી રહ્યો હતો.

  કરને ઉમેર્યું હતું કે, પાર્ટીમાં શામેલ તમામ સેલિબ્રિટીઝ ઇન્ડસ્ટ્રીનાં કામયાબ લોકો છે. આખા અઠવાડિયાની સખત મહેનત બાદ અમે નાઇટ આઉટ કર્યુ હતું. જેમાંથી કેટલાંક વાતો કરતાં હતાં કેટલાંક વાઇન પીતા હતાં. તેઓ કમિટેડ લોકો છે. તેઓ કમિટેડ લોકો છે તેઓ એવી કોઇ હરકત નહોતા કરતાં.
  First published:August 19, 2019, 17:45 pm