જ્યારે KARAN JOHAR એ કહ્યું હતું કે, 'RANVEER SINGHમાં નથી કોઇ હીરો વાળી વાત'

(PHOTOS:ranveersingh/Instagram)

રણવીર સિંહ (Ranveer Singh) અને કરન જોહર (Karan Johar)નાં વિચારો કંઇક અલગ હતાં. કરણને રણવીરમાં કંઇ હિરોવાળી વાત લાગતી ન હતી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અજે બોલિવૂડનો સફળ સ્ટાર માંથી એક છે. 'પદ્માવત', 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોમાં શાનાદર એક્ટિંગ કરી તેનું આગવું સ્થાન જમાવી લીધુ છે. પણ હાલમાં રણવીર સિંહ તેની અપકમિંગ ફિલ્મ '83' અંગે ચર્ચામાં છે. ક્રિકેટ પર બનેલી આ ફિલ્મનું દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. રણવીર આજે ભલે સફળતાની કહાની લખતો હોય પણ ફેમસ ફિલ્મ ડિરેક્ટર પ્રોડ્યૂસર કરન જોહરને (Karan Johar) લાગતું હતું કે, રણવીર ફિલ્મો માટે ફિટ નથી. જોકે, બાદલમાં કરને તેનાં વિચાર રણવીર અંગે બદલી દેવા પડ્યાં હતાં.

    આ પણ વાંચો- Tarak Mehta...: નટૂ કાકાએ કેન્સરની ટ્રિટમેન્ટ દરમિયાન કર્યું શૂટિંગ, ચહેરામાં દેખાયો ફરક

    કરન જોહરે ફિલ્મ કંપેનિયનની એખ સીરીઝમાં કહ્યું હતું કે, 'જ્યારે મે 10 વર્ષ પહેલાં રણવીર સિંહને જોતો હતો તો મને તેનાંમાં ફિલ્મ સ્ટાર વાળી કોઇ વાત લાગતી ન હતી. મને લાગતું હતું કે, તેને ફિલ્મોમાં ન હોવું જોઇએ. તે બાદ આગળ વાત કરતાં કરણે જણાવ્યું કે, 'પણ રણવીરની પરફોર્મન્સ જોયા બાદ મને લાગ્યું કે, આ છોકરો તો સુપર સ્ટાર છે.'


    આપને જણાવી દઇએ કે, સન 2019માં કરન જોહરે આ વાત કરી હતી. કરન જોહરે માન્યું હતું કે, 'આ સમય સુપર સ્ટાર્સનો નથી પણ એક્ટિંગ કરનારાઓનો છે. કરને તેમ પણ કહ્યું હતું કે, જો આપ એક્ટિંગ ન કરી શકો તો શાનદાર બોડી હોવી બેકાર છે.'

    આ પણ વાંચો- SONU SOOD આગમાં બળી ગયેલાં બાળકની મદદે આવ્યો, બોલ્યો- 'જલ્દી ઠીક કરી દઇશુ'

    રણવીર સિંહ આજે પોપ્યુલર એક્ટર છે. રણવીર આ સમયે કોઇ સીક્રેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, કરન જોહર રણવીર સિંહની સાથે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ લઇને આવી રહ્યો છે.

    આ પણ વાંચો- KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ જલ્દી જ રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં નજર આવશે. આ ઉપરાંત તે ક્રિકેટર કપિલ દેવનાં જીવન પર બનેલી ફિલ્મ 1983 વર્લ્ડ કપ જીતની કહાની પર બનેલી ફિલ્મ '83'માં નજર આવશે. જેમાં દીપિકા પાદુકોણ તેની રીલ વાઇફનાં રોલમાં નજર આવશે. આ ઉપરાંત તે 'સૂર્યવંશી' અને 'જયેશભાઇ જોરદાર' માં નજર આવશે.
    Published by:Margi Pandya
    First published: