કરણ જોહર ધર્મા પ્રોડક્શન્સનો 30 ટકા હિસ્સો અદાણી ગ્રુપને વેચી શકે છે

કરણ જોહર ધર્મા પ્રોડક્શન્સનો 30 ટકા હિસ્સો અદાણી ગ્રુપને વેચી શકે છે
કરણ જોહર

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી વાતો વહેતી થઈ છે કે, કરણ જોહર અદાણી ગ્રુપ સાથે જોડાઈ રહ્યો છે

  • Share this:
    2020નું વર્ષ કરણ જોહર માટે પણ સંઘર્ષમય રહ્યું. પહેલા તો નેપોટિઝમ માટે તે ટ્રોલ થયો, ત્યારબાદ સુશાંતસિંહ રાજપૂતની મોત માટે તેણે હોસ્ટ કરેલી ડ્રગ્સ પાર્ટીને જવાબદાર ગણવામાં આવી. પણ આ વર્ષે તેણે પોતાની કંપની ધર્મા પ્રોડક્શન્સ માટે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા.

    કંપનીએ જણાવ્યું કે, તે કોર્નરસ્ટોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે હાથ મીલાવી રહી છે અને આ નવી કંપની ધર્મા કોર્નરસ્ટોન એજન્સી(DCA)ના નામથી ઓળખાશે. થોડા દિવસ પછી એવી માહિતી સામે આવી કે ધર્માએ લાયકા પ્રોડક્શન સાથે પાંચ ફિલ્મોની ડીલ સાઈન કરી છે. અને હવે બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે.



    બોલિવુડમાં એવા સમાચાર વહેતા થયા છે કે, કરણ જોહરે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ સાથે જોડાણ કર્યું છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, અદાણી ગ્રુપ અલગ-અલગ બિઝનેસમાં ઝંપલાવી રહ્યું છે. જેમકે એનર્જી, રિસોર્સિસ, લોજિસ્ટીક્સ, એગ્રીબિઝનેસ, રિયલ એસ્ટેટ, ફાયનાન્સ સર્વિસિસ, ડિફેન્સ વગેરે. હવે અદાણી ગ્રુપ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ પગ જમાવવા જઈ રહ્યું છે અને મેનેજમેન્ટે ધર્મા પ્રોડક્શન્સ સાથે ટાઈઅપ કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે, તે આ ક્ષેત્રનું સૌથી મોટુ બેનર છે. અદાણી ગ્રુપ ધર્મા પ્રોડક્શન્સમાં 30 ટકા હિસ્સો મેળવવા માગે છે. કરણ જોહર અને તેની ટીમ સાથે વાટાઘાટો ચાલી રહી છે.

    અમદાવાદ: સોનીના વાહનમાંથી ચોરે ચાવી લઇ ખોલ્યા દુકાનના શટર, શાંતિથી 45 લાખના દાગીનાની ચોરી કરી થયો ફરાર

    જો આ ડીલ થાય છે તો તેને બિઝનેસમાં મહત્વનું પગલુ માનવામાં આવી રહ્યું છે. બન્ને માટે તેમા ફાયદો છે. ધર્મા ટોપ કંપની હોવાથી અદાણી માટે તે ફાયદાકારક છે. કરણ જોહર માટે પણ અદાણી સાથે ભાગીદારી તેની બ્રાન્ડ વેલ્યુમાં વધારો કરશે. કોવિડને કારણે બીજા પ્રોડ્યુસર્સની જેમ તેને પણ ઘણી ખોટ ગઈ છે. અદાણી સાથે ભાગીદારીથી તેની કંપનીનું મૂલ્ય વધશે અને તે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ તખ્ત તરફ આગળ વધી શકશે. અને અંડર પ્રોડક્શન ફિલ્મો માટે તાત્કાલિક ભંડોળ પણ આ ડીલથી મળી રહેશે.



    કરણ જોહરની મેગા ફિલ્મ બ્રહ્માસ્ત્રને લોકડાઉન અને VFXને કારણે ઘણો ટાઈમ લાગી રહ્યો છે. પહેલા તે ડિસેમ્બર 2019માં રિલિઝ થવાની હતી પણ પેન્ડેમીકને કારણે હવે આ ફિલ્મ ચાલુ વર્ષે ઉનાળાની રજાઓ રિલિઝ થશે તેમ લાગે છે. ફિલ્મ ડિલે થવાની તેના કોસ્ટિંગમાં પણ વધારો થયો છે. આ સિવાય કરણની શેરખાન, દોસ્તાના 2, જુગ જુગ જીઓ, ફાઈટર જેવી ઘણી ફિલ્મો ફ્લોર પર છે અથવા તો રિલિઝની રાહ જોઇ રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:January 06, 2021, 14:29 pm