Home /News /entertainment /વિકેન્ડના વારમાં ગોરી પર પડશે ગાજ! શું કરણની એન્ટ્રી પર થશે ગોરીની Exit?
વિકેન્ડના વારમાં ગોરી પર પડશે ગાજ! શું કરણની એન્ટ્રી પર થશે ગોરીની Exit?
બિગ બોસ સિઝન 16માં સલમાન ખાનને ડેન્ગ્યૂ થવાના કારણે હવે વિકેન્ડના વારમાં કરણ જૌહર જોવા મળશે. કરણ જૌહરની એન્ટ્રી થવાની સાથે જ તેણે બિગ બોસ હાઉસમાં લોકોનો ક્લાસ લેવાનું શરૂ કરી દીધું છે.
બિગ બોસ સિઝન 16માં સલમાન ખાનને ડેન્ગ્યૂ થવાના કારણે હવે વિકેન્ડના વારમાં કરણ જૌહર જોવા મળશે. કરણ જૌહરની એન્ટ્રી થવાની સાથે જ તેણે બિગ બોસ હાઉસમાં લોકોનો ક્લાસ લેવાનું શરૂ કરી દીધું છે.
મુંબઈઃ બિગ બોસ ફેન્સ 'વિકેન્ડ કા વાર'ની આતુરતાથી રાહ જોતા હોય છે. ભલે કદાચ આખા અઠવનાડિયામાં શો જોવાનું રહી ગયું હોય, પણ 'વિકેન્ડ કા વાર'ને તે ક્યારેય મિસ નથી કરતાં. સલમાન ખાન વિકેન્ડમાં આવીને આખા અઠવાડિયાની લડાઈ-ઝઘડાનો હિસાબ કરે છે. જોકે, આ અઠવાડિયે વિકેન્ડમાં તમને સલમાન ખાન જોવા નહીં મળે. પણ તેની જગ્યાએ કરણ જૌહર જોવા મળશે. શોનો પ્રોમો આવી ગયો છે અને કરણે આવતાની સાથે જ ઘરનાં લોકોનો ક્લાસ લીધો છે.
કરણ કરશે 'વિકેન્ડ કા વાર'
સલમાન ખાનને ડેન્ગ્યુ થઈ ગયો છે. તેના કારણે હવે શો કરણ જૌહર સંભાળતો જોવા મળશે. જેણે 'બિગ બોસ ઓટીટી' પણ હોસ્ટ કર્યુ હતું. પ્રોમોમાં કરણ જૌહર 'વિકેન્ડ કા વાર' હોસ્ટ કરતો જોવા મળે છે. આ વિકેન્ડ કરણ, અર્ચના ગૌતમ અને ગોરી નાગૌરીનાં ઝઘડા પર વાત કરતા જોવા મળશે. કરણ ગોરીને કહે છે કે તેણીએ જે ભડકાવનારી વસ્તુ કરી તેનો હેતુ નુકસાન પહોંચાડવાનો હતો કે નહીં. તેણે બિગબોસને પણ ધમકી આપી. કરણે સીધો સવાલ કર્યો, 'ગોરી તમારે ઘરમાં રહેવું છે કે બહાર જવું છે?' કરણે ગોરીને જે કહ્યુ તે તો તમે જાણી લીધું હવે એ પણ જાણી લો કે ગોરીએ એવું તો શું કહ્યુ હતું કે કરણે ગોરીને આ રીતે બોલવું પડ્યું.
બિગબોસે શિવ ઠાકરેને કેપ્ટનની પોસ્ટ પરથી નીકાળી દીધો છે. શિવ બાદ હવે અર્ચનાને ઘરની નવી કેપ્ટન બનાવવામાં આવી છે. જોકે, કેપ્ટન બનવું અર્ચના માટે કોઈ સજાથી ઓછુ નથી. બિગ બોસ હાઉસના તમામ સભ્યો અર્ચનાની વિરુદ્ધ જોવા મળી રહ્યા છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ગોરીનું આવે છે. ગોરી અર્ચનાની કેપ્ટન્સીને ખોટી સાબિત કરવાનો એક પણ મોકો નથી છોડી રહી.
અપકમિંગ એપિસોડમાં તે અર્ચના સાથે વગર કોઈ કારણે ઝઘડતી જોવા મળે છે. ગોરી પહેલા અર્ચનાના રૂમમાંથી ફળ લઈને તેની જ સામે ખાતી જોવા મળે છે. તેના પર હવે અર્ચના રિએક્શન આપે છે, તો ગોરી બિગ બોસને ફરિયાદ કરે છે. ત્યાં સુધી કે બંને મારામારી સુધી પણ પહોંચી જાય છે. ગોરીને જોઈને સાફ જોવા મળે છે કે તે અર્ચનાને ઝઘડવા માટે ઉશ્કેરી રહી છે. હરિયાણાની શકીરાની આ હરકતથી નારાજ થઈને કરણ વિકેન્ડના વારમાં તેને ઘણું બધું સંભળાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર